PM મોદીએ પણ એક દિવસ શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટબાયા જેવી સ્થિતિનો સામનો કરવો પડશેઃ ઈદરીસ અલી - At This Time

PM મોદીએ પણ એક દિવસ શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટબાયા જેવી સ્થિતિનો સામનો કરવો પડશેઃ ઈદરીસ અલી


- કોલકાતામાં સિયાલદહ મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આમંત્રણ આપવામાં નહોતું આવ્યુંકોલકાતા, તા. 10 જુલાઈ 2022, રવિવારતૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઇદ્રિસ અલીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, પીએમ મોદીએ પણ એક દિવસ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. નોંધપાત્ર વાત એ છે કે, શ્રીલંકામાં કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે તેમણે પોતાની ઓફિસ છોડીને ભાગી જવું પડ્યું હતું. ત્યાં જનતા ખૂબ આક્રોશમાં છે અને શનિવારે લોકો રાષ્ટ્રપતિ પર રાજીનામાની માગ કરતા તેમના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ ગોટા ગો હોમના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન વિક્રમ રાનલસિંઘના ખાનગી નિવાસ સ્થાન પર આગ ચાંપી દીધી હતી. TMC ધારાસભ્ય ઈદરીસના ગુસ્સાનું એક કારણ છે. કોલકાતામાં સિયાલદહ મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. આ કાર્યક્રમ કાલે એટલે કે, 11 જુલાઈના રોજ થવાનો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે. ઈદરીશ અલીએ કહ્યું કે, મમતા બેનર્જીને આ કાર્યક્રમમાં આમંત્રણ ન આપવું એ એક પ્રકારે આ પ્રોજેક્ટનું અપમાન છે. તેમણે કહ્યું કે, તેમણે આ પ્રોજેક્ટ રેલવે મંત્રી હતા ત્યારે શરૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી કોઈ વ્યક્તિને આમંત્રણ આપવામાં નથી આવ્યું.આ અગાઉ પણ વિક્ટોરિયા મેમોરિયલમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મમતા બેનર્જીને આમંત્રણ નહોતું આપ્યું. ત્યારે ટીએમસીએ કેન્દ્ર સરકાર પર આ મામલે વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ત્યારબાદ ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું હતું  કે, આ પરંપરા TMC દ્વારા જ શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ટીએમસી ભાજપના સાંસદો અને ધારાસભ્યોને રાજ્ય સરકારના કાર્યક્રમોમાં આમંત્રણ નથી આપતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.