સાબરકાંઠા જિલ્લાના:- *હિંમતનગર-:દીકરાની બીમારી પાછળ ધર સંપતી દાગીના વહેંચ્યા,વિર પ્રતાપ ફાઉન્ડેશન નિરાધાર બનેલ પરિવારનો સહારો બન્યુ,ઓપરેશન અને ત્રણ મહિનાનો ખર્ચ ઉઠાવ્યો..* ——————————————————————————— સાબરકાંઠાના:- *હિંમતનગર-:દીકરાની બીમારી પાછળ ધર સંપતી દાગીના વહેંચ્યા,વિર પ્રતાપ ફાઉન્ડેશન નિરાધાર બનેલ પરિવારનો સહારો બન્યુ,ઓપરેશન અને ત્રણ મહિનાનો ખર્ચ ઉઠાવ્યો..*-CEREBAL PALSY નામની બીમારીથી પીડાતા બાળકને મદદે આવ્યું ફાઉન્ડેશન.હિંમતનગર શહેરમાં સામાન્ય પગારમાં પોતાનું ગુજરાન ચલાવતા જતીનભાઈ રાવલના પુત્ર કાવ્ય છેલ્લા દસ વર્ષથી CEREBAL PALSY બીમારીથી પીડાઈ રહ્યો હતો ત્યારે તેના માતા-પિતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોતાનું મકાન સહિત સોનાના ઘરેણા પણ વેચી પુત્ર કાવ્યને સારવાર માટે પૈસાનો ખર્ચ કરી દીધો હતો.કાવ્યના માતા પિતા છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે કાવ્યને ફિઝીયોથેરાપીની સારવાર માટે વારંવાર અમદાવાદના ધક્કા ખાતા હતા,કાવ્યને જન્મજાત થી જ CEREBAL PALSY બીમારીથી પીડાઈ રહ્યો છે.. ત્યારે આ વાતની હિંમતનગર ખાતેના વીર પ્રતાપ ફાઉન્ડેશનના આગેવાન ભૂગુવેન્દ્રસિંહ કુંપાવતે જાણ થતાં
સાબરકાંઠા જિલ્લાના:-
*હિંમતનગર-:દીકરાની બીમારી પાછળ ધર સંપતી દાગીના વહેંચ્યા,વિર પ્રતાપ ફાઉન્ડેશન નિરાધાર બનેલ પરિવારનો સહારો બન્યુ,ઓપરેશન અને ત્રણ મહિનાનો ખર્ચ ઉઠાવ્યો..*
---------------------------------------------------------------------------------
સાબરકાંઠાના:-
*હિંમતનગર-:દીકરાની બીમારી પાછળ ધર સંપતી દાગીના વહેંચ્યા,વિર પ્રતાપ ફાઉન્ડેશન નિરાધાર બનેલ પરિવારનો સહારો બન્યુ,ઓપરેશન અને ત્રણ મહિનાનો ખર્ચ ઉઠાવ્યો..*-CEREBAL PALSY નામની બીમારીથી પીડાતા બાળકને મદદે આવ્યું ફાઉન્ડેશન.હિંમતનગર શહેરમાં સામાન્ય પગારમાં પોતાનું ગુજરાન ચલાવતા જતીનભાઈ રાવલના પુત્ર કાવ્ય છેલ્લા દસ વર્ષથી CEREBAL PALSY બીમારીથી પીડાઈ રહ્યો હતો ત્યારે તેના માતા-પિતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોતાનું મકાન સહિત સોનાના ઘરેણા પણ વેચી પુત્ર કાવ્યને સારવાર માટે પૈસાનો ખર્ચ કરી દીધો હતો.કાવ્યના માતા પિતા છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે કાવ્યને ફિઝીયોથેરાપીની સારવાર માટે વારંવાર અમદાવાદના ધક્કા ખાતા હતા,કાવ્યને જન્મજાત થી જ CEREBAL PALSY બીમારીથી પીડાઈ રહ્યો છે..
ત્યારે આ વાતની હિંમતનગર ખાતેના વીર પ્રતાપ ફાઉન્ડેશનના આગેવાન ભૂગુવેન્દ્રસિંહ કુંપાવતે જાણ થતાં તાત્કાલિક ધોરણે જતીનભાઈ રાવલના ઘરે મુલાકાત લઇ ખરાઇ કરી હતી.ત્યારબાદ સારવારની હકીકત યોગ્ય લાગતા ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ માટે સોશિયલ મીડિયામાં ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો..
ત્યારે કાવ્યને ઓપરેશન માટે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા એક લાખ પચાસ હજાર (૧.૫૦.૦૦૦)નો ચેક આપવામાં આવ્યો હતો તમામ રીપોર્ટ નું બીલ ફાઉન્ડેશન ધ્વારા ચુકવવામાં આવ્યું અને કાવ્યને ત્રણ મહિના સુધીની સારવારનો તમામ ખર્ચ પણ વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવનાર છે..
અમદાવાદ પ્રાઈવેટ હોસ્પિટલ માં કાવ્યનું સરળતા પુર્વક ઓપરેશન બાદ ત્રણ દિવસે આજે કાવ્ય ધરે હિંમતનગર પરત ફરેલ છે,કુટુંબ ધ્વારા ફાઉન્ડેશન ટીમનું સન્માન કરવામાં આવ્યુ..
વીર પ્રતાપ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી અવાર નવાર અનેક પ્રકારની સેવાઓ સમાજમાં કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.