સરલા નાં મંડળી ઉચાપત કેસનાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે પોલીસ ની ઉદાસિનતા
*સરલા મંડળી માં ૧.૧૦ કરોડ ની ઉચાપત કેસમાં આરોપી ની ધરપકડ માં પોલીસ ની ઉદાસિનતા*
*ગામમાં ફરતાં આરોપી ઓનો વિડિયો થયો વાયરલ*
*રાજકિય પીઠબળ આરોપીઓ ધરાવતા હોય માટે ધરપકડ કરવામાં આવતી નથી- પ્રવિણભાઇ પટેલ ફરિયાદી*
મુળી તાલુકાનાં સરલા જુથ સેવા સહકારી મંડળી માં રૂપિયા એક કરોડ દશ લાખ ની ઉચાપત કરવામાં આવી હતી અને તેમાં કોર્ટ નાં આદેશ થી પોલીસ ફરિયાદ દાખલ થતાં ચકચાર ફેલાઇ હતી જેમાં મુખ્ય આરોપી બચુભાઈ પટેલ પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હોય અને ભાજપનાં આગેવાન હોય તેઓનાં પુત્ર હાલ ભાજપના જીલ્લા પંચાયત સદસ્ય છે એમ કુલ નવ આરોપી સરલા ગામે જાહેરમાં ફરી રહ્યા છે ત્યારે મુળી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં વિલંબ કરી રહ્યા છે ત્યારે આ આરોપી નો વિડિઓ વાયરલ થયો છે જેમાં ફરીયાદી પ્રવિણભાઇ પટેલ દ્વારા જણાવાયું હતું કે આ ફરીયાદ દાખલ કરવામાં આવી તેનો એક અઠવાડિયા જેટલો સમય થયો છે તેમ છતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી અને તમામ આરોપી ગામમાં જ ફરી રહ્યા તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આરોપી ઓ રાજકીય આગેવાનો અને રાજકીય વગ ધરાવે છે માટે પોલીસ તેઓની ધરપકડ કરતી નથી અને પરોક્ષ રીતે મદદ કરવા માં આવતી હોય તેવી શંકા છે ખેડૂતો નાં નાણાં ચાઉં કરવામાં આવેલ છે જે બાબતે અમો છેલ્લા બે વર્ષથી લડત આપતાં હતાં ત્યારે પોલીસ કેસ દાખલ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં ખેડૂતો ને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આવાં ભ્રષ્ટાચારી લોકો ને તાત્કાલિક ધોરણે જેલમાં ધકેલવામાં આવે તો જ ખેડૂતો ને ન્યાય મળશે આગોતરા જામીન અરજી માટે જાણી જોઈને સમય આપવામાં આવતો હોય અને પોલીસ ની કોઈ ધાક ન હોય તે રીતે ખુલ્લેઆમ ગામમાં ફરી રહ્યા છે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.