વાંધાજનક પોસ્ટને ફિલ્ટર કરોઃ એમપીના ગૃહમંત્રીનો ટ્વિટરને પત્ર - At This Time

વાંધાજનક પોસ્ટને ફિલ્ટર કરોઃ એમપીના ગૃહમંત્રીનો ટ્વિટરને પત્ર


મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ટ્વિટરના સીઈઓને પત્ર લખીને રજૂઆત કરી છે કે ટ્વિટરમાં વાંધાજનક ટ્વીટ પોસ્ટ થાય તે પહેલાં ફિલ્ટર કરવી જોઈએ. ખાસ તો ધાર્મિક અને ઉશ્કેરણીજનક ટ્વીટને ખાસ મિકેનિઝમથી અલગ કરવી જરૃરી છે. નરોત્તમ મિશ્રાએ લખ્યું હતું કે કેટલાક લોકો છેલ્લાં ઘણાં સમયથી ટ્વિટરના પ્લેટફોર્મનો દૂરૃપયોગ કરે છે. તેનાથી સામાજિક એકતા જોખમમાં મૂકાય છે. એટલું જ નહીં, વિશાળ જનસમુદાયની ધાર્મિક ભાવના દૂભાય છે. એમપીના ગૃહમંત્રીએ ટ્વિટરના સીઈઓને સૂચન કર્યું કે આવી પોસ્ટનું નિરીક્ષણ કરવું જોઈએ અને પછી જ પોસ્ટ થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એમપીના ગૃહમંત્રીએ આ પત્ર કાલિ ફિલ્મના પોસ્ટરનો વિવાદ થયો તે સંદર્ભમાં લખ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.