27 ડેમમાં 35% નવા નીરની આવક, ભાદર 2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, નદી કાંઠાના 37 ગામને એલર્ટ કરાયા
છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેર અને જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી સોમવાર સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. જોકે, અગાહીમાં રાજકોટ જિલ્લાને યલો એલર્ટ અપાયું છે. ત્યારે કલેક્ટરે પણ આ અંગે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સારા વરસાદથી આખા જિલ્લામાં જળ સંકટ હળવું થયું છે અને 27 ડેમોમાં 35% નવા નીરની આવક થઈ છે. ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આથી નદી કાંઠાના 37 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.