યમુનામાં ડૂબી ગયેલા 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા, ચોથાની શોધ ચાલુ
- આ યુવકો મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશને ફોન કરીને ફરિયાદ નોંધાવી હતીનવી દિલ્હી, તા. 08 જુલાઈ 2022, શુક્રવારઉત્તર દિલ્હીના બુરાડી વિસ્તારમાં યમુના નદીમાં ડૂબી ગયેલા 4 યુવકોમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. ચોથા યુવકની શોધખોળ હજુ ચાલુ છે. મળતી માહિતી મુજબ, આ 4 યુવકો ગુરૂવારે યમુના નદીમાં નહાવા ગયા હતા. તેઓ લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ પરિવારજનોએ 4 યુવકો ગુમ હોવાની સૂચના દિલ્હીના બુરાડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ યુવકો યમુના નદીમાં નહાવા જતા ડૂબી ગયા હતા. જેમાંથી 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે પોલીસ દ્વારા ચોથાની શોધખોળ ચાલું છે તમને જણાવી દઈએ કે, આ યુવકો મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસને ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસના ઉત્તર જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશનર સાગર સિંહ કલસીના જણાવ્યા અનુસાર, બુરાડી પોલીસ સ્ટેશનને આજે સવારે લગભગ 1:20 વાગ્યે એક ફોન આવ્યો હતો. જેમાં 4 લોકો ગુમ થયાની જાણ થઈ હતી. 07/07/22ના રોજ બપોરના સુમારે 14-20 વર્ષની વયના 4 વ્યક્તિઓ બુરાડી પાસે યમુનામાં નહાવા માટે આવ્યા હતા. મિત્રના કહેવા પર યમુના કિનારે બાઈક ઉભું રાખ્યું હતુ અને ઘટનાસ્થળેથી કેટલાક કપડાં મળી આવ્યા હતા. ત્યારબાદ યુવકોની શોધખોળ અને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે અને ચોથા યુવકની શોધખોળ ચાલું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.