આવતીકાલ સુધીમાં જો રંજનબેનને ન્યાય નહીં મળે તો તમામ રાજકારણીઓને બંગડીઓનાં બોક્ષ કુરિયર કરવામાં આવશે : વિક્રમ સોરાણી - At This Time

આવતીકાલ સુધીમાં જો રંજનબેનને ન્યાય નહીં મળે તો તમામ રાજકારણીઓને બંગડીઓનાં બોક્ષ કુરિયર કરવામાં આવશે : વિક્રમ સોરાણી


આવતીકાલ સુધીમાં જો રંજનબેનને ન્યાય નહીં મળે તો તમામ રાજકારણીઓને બંગડીઓનાં બોક્ષ કુરિયર કરવામાં આવશે : વિક્રમ સોરાણી

રાજકોટના વિછીયા તાલુકામાં છાસિયા ગામે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં જસદણ વિછીયા પંથકના દરેક નાગરિકો સમાચાર સાંભળીને ધ્રુજી ઉઠ્યા છે ત્યારે કોળી સમાજના આગેવાન વિક્રમભાઈ સોરાણી અને મુકેશભાઈ રાજપરા જે દીકરી સાથે ઘટના ઘટી છે તેને ન્યાય આપવા માટે આજે ત્રીજો દિવસ ઉપવાસ આંદોલન પર છે. આ કોળી સમાજની દીકરીના હત્યારા જે છે તેને તાત્કાલિક ધોરણે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને આ દીકરીને ન્યાય આપવામાં આવે જે રજૂઆત અર્થે આ વિક્રમભાઈ સોરાણીએ તેના સમાજના અને તમામ રાજકારણીઓને કાન ફાટી જાય તેવી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે "આ સરકારમાં બેઠા હોય અને જવાબદારી આપી હોય એવા મૂર્ખાવો થી જો આ પ્રશ્નનું નિરાકરણ ન થાય અને સરકાર તેનું ન સાંભળતી હોય તો આ સમાજે જે મંત્રીમંડળમાં બેસાડ્યા છે તેને શાકભાજી વેચવાની જરૂર છે, અને જો આવતીકાલ સુધીમાં આ પ્રશ્નનો નિરાકરણ નહીં થાય તો તમામ રાજકારણીઓને બંગડીનું બોક્સ કુરિયર કરવામાં આવશે, આ નેતાઓને સાવજ દીપડા જેવા અનેક નામો આપ્યા છે જે અમને નથી લાગતું કે સાવજ અને દીપડા હોય, જો આ સમાજમાં આવા પ્રશ્નમાં આવીને ઊભા ન રહેતા હોય તો તેને હીજડા કહેવાય, અને આ પ્રશ્ન કુંવરજી બાવળિયા વિસ્તારનો હોય અને આ કોળી સમાજ નો પ્રશ્નમાં હાજર ન રહેતા હોય અને સૌરાષ્ટ્ર ગુજરાત અને આખા રાષ્ટ્રનો પ્રમુખ છું તેમ કહેતા કોળી આગેવાન કુવરજી બાવળીયા સામે વિક્રમ સોરાણીએ સિંહ ગર્જના કરી હતી અને આ તકે રંજનબેન ને ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે જે રંજનબેન ના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.