રાપર નગરપાલિકાના હસ્તે વિકાસલક્ષી કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

રાપર નગરપાલિકાના હસ્તે વિકાસલક્ષી કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું


રાપર નગરપાલિકાના હસ્તે આજે વિકાસલક્ષી કામો માટે નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આથમણા નાકા ગોકુલ નગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા દિપ પ્રાગટય માજી ધારાસભ્ય પંકજ મહેતા નગરાધ્યક્ષ અમરત બેન વાવીયા ભીખુભા સોઢા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની કારોબારી ચેરમેન કાનીબેન પીરાણા શાસક પક્ષ નેતા હેતલબેન માલી બાંધકામ સમિતિના અધ્યક્ષ મુળજી ભાઈ પરમાર અંબાવી વાવીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું ઉપરાંત ઉપસ્થિત આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું

રાપર શહેર મા યુ. ડી. પી. ૮૮ અન્વયે વર્ષ ૨૦૨૦/૨૦૨૧ ની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરવામાં આવેલ રુ. ૧ કરોડ ૯૩ લાખ ૩૦ હજાર ના વિવિધ વોર્ડ મા કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં વોર્ડ નંબર એક મા ત્રણ પેવર બ્લોકના કામો વોર્ડ નંબર બે મા એક વોર્ડ નંબર ત્રણ મા બે વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર છ મા ત્રણ વોર્ડ નંબર સાત મા બે પેવર બ્લોકના માર્ગે ના કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું

તો વોર્ડ નંબર સાત મા ગુરુકુળ ત્રણ રસ્તા પાસે આશારામ આશ્રમ અને આથમણા નાકા મા હાઈ માસ્ટ સ્ટ્રીટ લાઈટ નું કામ વોર્ડ નંબર એક આથમણા નાકા નદી સાઈડ સંરક્ષણ દિવાલ અને પેવર બ્લોક તથા કલારા કબ્રસ્તાન મા કમ્પાઉન્ડ વોરલ નું કામ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આમ કૂલ રુ. ૧૯૩.૩૭ લાખ ના કામો મંજુર કરવામાં આવ્યા છે ઓગણીસ જેટલા યુ. ડી. પી ની ગ્રાન્ટ મા થી કામો મંજુર કરવામાં આવ્યા છે

આજે યોજાયેલા આ કાર્યક્રમ મેહુલ જોશી કેશુભા વાઘેલા નિલેશ માલી દિનેશ કારોત્રા શૈલેશ ચંદે રામજી ભાઈ પીરાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર નવધણ કડ દિનેશ ભાઈ સોલંકી વાલજી ભાઈ વાવીયા મુકેશ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ જેનું સંચાલન બળવંત ઠક્કર એ કરેલ તેમજ આભાર વિધિ નિલેશ માલી એ કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.