વડોદરામાં ઓનલાઇન સેક્સ રેકેટ ચલાવતો દિલ્હીનો સૂત્રધાર પકડાયો.
શહેરના જૂના પાદરારોડ વિસ્તારમાં પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો . જે ગુનામાં વોન્ટેડ સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો છે . જે પી રોડ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે . જૂના પાદરા રોડ વિસ્તારના સિલ્વર આર્કેડ ખાતે દોઢ વર્ષ પહેલાં પોલીસે સેક્સ રેકેટનો કેસ કર્યો હતો . જેમાં અમદાવાદનો ચિરાગ દૂધાત પકડાયો હતો . જ્યારે , દિલ્હીના સંદિપ ઉર્ફે પારસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો . પોલીસે ગુનો નોંધ્યો ત્યારે સેક્સ રેકેટ ચલાવતી ગેંગ દ્વારા ઓનલાઇન ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવતો હોવાની વિગતો ખૂલી હતી . આ ગુનાનો વોન્ટેડ સૂત્રધાર સંદિપ ઉર્ફે પારસ વિનોદકુમાર જોષી ( હાલ રહે . વાતાયન કોમ્પ્લેક્સ , કિર્તીસ્થંભ પાસે , વડોદરા મૂળ રહે . ગલી નં . ૧૧ , મલિકપુર , સાઉથ દિલ્હી ) નહેરૃભવન ખાતે હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી બી આલ અને ટીમે વોચ રાખી તેને ઝડપી પાડયો હતો . પોલીસના જણાવ્યા પ્રમાણે , સંદિપ અગાઉ પણ ગોત્રી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં સેક્સ રેકેટના કેસમાં પકડાયો હતો .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.