ગુજરાતીઓ વર્ષે 160 કરોડ કિલો તેલ ખાય છે. - At This Time

ગુજરાતીઓ વર્ષે 160 કરોડ કિલો તેલ ખાય છે.


બહારનું તેમજ વધુ તળેલું ખાવું જોખમી ગુજરાતીઓનો ખાણી - પીણીનો શોખ જગજાહેર છે , પણ આ વાત આપણા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે . દેશમાં વ્યક્તિદીઠ વાર્ષિક સરેરાશ 16-17 કિલો તેલનો વપરાશ છે . એની સામે ગુજરાતમાં વ્યક્તિદીઠ બમણું , એટલે કે 25-28 કિલો તેલ ખવાય છે . આ અંગે ડોક્ટર્સ સાથે વાત કરતાં તેમણે અભિપ્રાય આપ્યો છે કે ખાદ્યતેલના અતિરેક વપરાશને કારણે ગુજરાતના લોકોનાં શરીર નાની ઉંમરમાં બીમારીનું ઘર બની રહ્યાં છે . ડોક્ટર્સના કહેવા પ્રમાણે , 25-30 વર્ષના યુવાનોમાં પણ કોલેસ્ટેરોલ , બ્લડપ્રેશર જેવી બીમારીઓ જોવા મળી રહી છે . અગાઉ આવી બીમારીઓની શરૂઆત 45-50 વર્ષની ઉંમરે થતી હતી .

ગુજરાતીઓ વર્ષે 160 કરોડ કિલો તેલ ખાય છે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે , ભારતમાં વાર્ષિક 220 લાખ ટન ખાદ્યતેલનો વપરાશ છે , એમાંથી ગુજરાતમાં 16 લાખ ટન ખાદ્યતેલની ખપત છે . આ આંકડાને કિલોમાં ગણીએ તો ગુજરાતની જનતા વાર્ષિક 160 કરોડ કિલો તેલ ખાઈ જાય છે . રાજ્યમાં વ્યક્તિદીઠ તેલનો વપરાશ 25-28 કિલો છે , જે દેશમાં સૌથી વધુ છે . ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , પંજાબ , દિલ્હી , રાજસ્થાન જેવાં રાજ્યોમાં વ્યૉક્તિદીઠ વપરાશ 21-22 કિલો જેટલું છે , જ્યારે દક્ષિણ ભારતમાં વપરાશ 15 કિલોથી પણ ઓછો છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.