માળીયા તાલુકાના ગામોનો કિસ્સો પતિએ ઝઘડો કરી 5 મહિનાની બાળકીને પોતાની પાસે રાખી 181 ટીમ દ્વારા માતા સાથે બાકળી અપાવી
હજુ ધરતી પર પાપા પગલી પાડી રહ્યા છે તેવા અનેક બાળકોને માતા , પિતાના અણબનાવ , કંકાસ , વધી રહેલા ઘરેલું અવિશ્વાસ અને દોષારોપણમાં સહન કરવું પડે છે . પરિણામે બાળકો માતા , પિતાની પ્રેમ લાગણીથી વંચિત રહે છે . આવો જ એક કિસ્સો કેશોદ 181 મહિલા હેલ્પલાઈન દ્વારા જાણવા મળ્યો હતો . માળીયા હાટિના તાલુકાના એક ગામમાં મહિલા પુનઃલગ્ન કરી ત્રણ વર્ષથી સાસરે આવી પોતાના પતિ સાથે સુખી જીવન જીવવાની શરૂઆત કરી હતી . દરમિયાન છેલ્લા એક વર્ષથી પતિ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતો . મહિલાને આગલા ઘરનો એક દિકરો હતો તેથી મહિલાના સાસુ - સસરાના મેણાટોણા અપશબ્દોથી મહિલા સાસરિયામાં ઘરેલુ હિંસાથી પીડિત હતી . દરમિયાન મહિલાના પતિ એ ઝઘડો કરી મહિલાની 5 મહિનાની માસૂમ બાળકીને જબરજસ્તી પોતાની પાસે રાખીને માતાના પ્રેમથી વંચિત કરી હતી . તેથી મહિલાએ 181 માં ફોન કરી બાળકીનો કબ્જો અપાવવા મદદ માંગી હતી . કેશોદ 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદીયા તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને મહિલાના પતિનું કાઉન્સેલીંગ કરી સમાધાન કરી સાથે રહેવા સમજાવ્યા પરંતુ મહિલાના પતિ હાલ સમાધાન કરવા માંગતા ન હતા . તેથી બાળકીના ભવિષ્ય અંગે સમજણ આપી અને બાળકીને માતાના પ્રેમ અને હુફથી વંચિત ન રહે માટે બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી રાજીખુશથી બાળકીનો હંગામી ધોરણે કબ્જો પીડિતાને અપાવ્યો હતો અને માતાના પ્રેમ અને હૂંફથી વંચિત 5 મહિનાની બાળકીનું માતા સાથે મિલન કરાવ્યું હતું . સાથે પતિ , પત્નિ વચ્ચેની તકરારને દૂર કરી સાંસારિક જીવન ફરીથી સારી રીતે ચાલવા લાગે તેના માટે બન્નેને લાંબા ગાળાના કાઉન્સેલીંગ માટે કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા .
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.