રાજકોટ: રોણકીના આસ્થા શાંગ્રિલા કોમ્પલેક્ષની બે દુકાનોમાં તસ્કરોએ કર્યો હાથફેરો
શહેરના ભાગોળે આવેલા રોણકી ગામે આસ્થા શાંગ્રિલા નામના કોમ્પલેક્ષના તસ્કરોએ બે દુકાનમાં તાડા તોડી હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે. ચોર રોકડા રૂ.6000 સહિત બિસ્કિટ સહિતની ચીજ વસ્તુઓ પણ ચોરી ગયાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બાલાજી મંદિરે દર્શન કરવા ગયેલા વૃદ્ધનું ધ્યાન ભટકાવી ગઠિયો મોબાઈલ સેરવી ગયાનું પોલીસચોકી નોંધાયું છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલી અતિથિ દેવો ભવ: હોટલ પાછળના રોણકી વિસ્તારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ રણકીમા આવેલા આસ્થા શાંગ્રીલા કોમ્પ્લેક્સની સોનલ કૃપા ડેરી અને બાલકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનને નિશાન બનાવ્યા હતા.
આ અંગે બાલકૃષ્ણના માલિક ચેતનભાઇ નરોત્તમદાસ નથાણીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટના અંગે જાણ થતા પીએસઆઈ જે.જી. રાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ચેતનભાઇ નોંધાયેલી ફરિયાદ મુજબ ગતરાત્રિના તેમની દુકાન બાલકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર અને બાજુમાં આવેલી સોનલ કૃપા ડેરીના શટર તૂટેલા જોયા હતા. જેથી ફરિયાદી અને સાહેબે દુકાનની અંદર તપાસ કરતાં સામાન વેરવિખેર મળી આવતા કંઈક અજુગતું થયું હોવાનું જાણવા મળ્યું હતું.
દુકાન માલિકે બંને દુકાનની તલાસી લેતા સોનલ કૃપા ડેરીમાંથી રૂ.4500 ની રોકડ જ્યારે બાલકૃષ્ણ પ્રોવિઝન સ્ટોરમાંથી રૂ.2000ની રોકડ સહિત બિસ્કીટ અને અન્ય સામગ્રીઓ પણ ચોર ચોરી ગયા નું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું. હાલ ઘટનાસ્તરવાળા વિસ્તારમાં લાઈટ ના હોવાથી પોલીસને સીસીટીવી હાથે લાગ્યા ન હતા પરંતુ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે ટચ કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.