ભાજપ સંગઠનના મહિલા આગેવાને કામ અટકાવતા લોકોનો વિરોધ.
ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન પિન્કીબેન શાહે વરસાદી A પાણીના નિકાલની કામગીરી અટકાવતા ડભોઇ વાઘોડિયા રીંગરોડના નાગરિકો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટર એ સુર પુરાવ્યો હતો . વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 16 માં આવતા ડભોઈ વાઘોડિયા રીંગરોડ ખાતેના વ્રજ ડુપ્લેક્સ ની બાજુમાં આવેલી ખાનગી માલિકીની જગ્યામાં વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ તે પાણીના નિકાલ કરવા માટે જે . સી . બી મશીન મોકલાવી કામગીરી શરૂ કરાવી હતી જોકે આ કામગીરી શરૂ થતા ની સાથેજ ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન પિન્કીબેન શાહે આ કામગીરીને અટકાવી હતી તેઓ આક્ષેપ સ્થાનિકોએ પ્રતિક્રિયા આપતા કર્યો છે સ્થાનિકોએ જણાવ્યું છે કે પિન્કીબેને આ અંગે જમીન માલિકને જણાવતા જમીન માલિકી આ કામગીરી રોકાવી હતી અને અમને ધમકી પણ આપી છે . સ્થાનિકોઇ ઉમેર્યું હતું કે આ ખાનગી માલિકીની જમીન ના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે . જમીનની પાસે પારાવાર ગંદકી છે અને વરસાદી પાણી પણ ભરાઈ જવાથી દૂષિત પાણી વ્રજ ડુપ્લેક્સ તેમજ આસપાસના વિસ્તારના લોકોને પીવું પડી રહ્યું છે . સ્થાનિકો એ વિરોધ નોંધાવતા પાલિકાના કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસી કોર્પોરેટર અલકાબેન પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.