બેન્કોને લાગ્યો 41,000 કરોડનો ચૂનો : રીઝર્વ બેન્કનો અહેવાલ
આરબીઆઇ (RBI)ના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021-22માં 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ફસાયેલી રાશિ 41,000 કરોડ રૂપિયા હતી, જ્યારે તેની અગાઉના નાણાકીય વર્ષમાં આ રકમ 1.05 લાખ કરોડ રૂપિયા હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેન્કમાં 2021-22માં છેતરપિંડીના કેસ ઘટીને 11 થયા હતા, જે 2020-21માં 265 હતા. પબ્લિક સેક્ટરની બેન્કની વાત કરીએ તો આમાં 100 કરોડથી વધુની છેતરપિંડીના કેસની સંખ્યા 167થી ઘટીને 80 થઇ છે, જયારે પ્રાઇવેટ સેક્ટરની બેન્કમાં આવા કેસની સંખ્યા 98થી ઘટીને 38 થઇ છે.
પબ્લિક સેકટરની બેન્ક સંબંધિત છેતરપિંડીના મામલે ફસાયેલી રાશિ ઘટીને 28,000 કરોડ થઇ છે, જે 2020-21માં 65,900 કરોડ રૂપિયા હતા. પ્રાઇવેટ સેકટરની બેન્ક માટે આ રાશિ 39,900 કરોડ રૂપિયાથી ઘટીને 13,000 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં એસબીઆઇમાં 22,842 કરોડ રૂપિયાનો સૌથી મોટો બેન્ક ફ્રોડ થયો હતો, જે એબીજી શિપયાર્ડ અને તેના પ્રમોટર્સે કર્યો હતો. આ રાશિ નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેન્ક સાથે કરવામાં આવેલા 14,000 કરોડ રૂપિયાના ફ્રોડથી પણ વધુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.