લેપ્રસી ગ્રાઉન્ડ પાસે હંગામી વરસાદી કાંસનો સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
- આરસીસી વરસાદી કાસ બનાવવા સ્થાનિકોનું સૂચનવડોદરા,તા.2 જુલાઈ 2022,શનિવારવડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે હંગામી વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ દર્શાવી કામગીરી અટકાવતા મામલો ગરમાયો હતો.સ્થાનિકોએ જણાવ્યું હતું કે ખુલ્લી વરસાદી કાસના કારણે મચ્છરોનો ત્રાસ વધે છે સાથે અકસ્માતનું જોખમ પણ રહે છે જેથી વડોદરા કોર્પોરેશનને હંગામી નહીં પરંતુ આરસીસી સ્લેબ વાળી વરસાદી કાંસ બનાવવી જોઈએ જેથી કોઈ દુર્ઘટના ના ઘટે અથવા ગંદકી ના થાય. હાલ અમે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી રોકાવી વિરોધ દર્શાવ્યો છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે વિસ્તારમાં લોક સુવિધાના કાર્યો થઈ રહ્યા છે. લોકોનો સહકાર જરૂરી છે. ચોમાસુ માથે હોય પ્રાયોરિટીના ધોરણે પાણીનો નિકાલ જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.