એશિયા પેસિફીક ઈન્સ્ટીટ્યૂટનો બનાવ: ડાયરેકટર અને પૂર્વ પ્રોફેસર વચ્ચે વિવાદમાં બન્ને પક્ષે ફરિયાદ
અમદાવાદ,તા.2 જુલાઈ 2022,શનિવારજુના વાડજમા આવેલી એશિયા પેસિફીક ઈન્સ્ટીટયુટની હેડ ઓફિસમાં કોલેજના ડાયરેકટર અને પૂર્વ પ્રોફેસર વચ્ચે વિવાદ થતા બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. કોલેજના પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીએ ડાયરેકટર અને મહિલા કર્મચારીએ પતિનો બાકી પગાર લેવા જતા મારમાર્યાની ફરિયાદ કરી છે. ડાયરેક્ટરે પૂર્વ પ્રોફેસર વિરુદ્ધ મારમાર્યાની ફરિયાદ કરી છે. એશિયા પેસિફિક ઇન્સ્ટીટયુટ હોટલ મેનેજમેન્ટમાંથી સસ્પેન્ડ થયેલા પ્રોફેસરની પત્નીએ ડાયરેકટર પરેશ ગજ્જર અને મહિલા કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ પતિનો સંસ્થામાં દોઢ લાખ રૂપિયા પગાર બાકી હતો. આથી પતિ પત્ની પગાર લેવા હેડ ઓફિસ પહોંચ્યા તો મિટિંગ ચાલુ હોવાથી રાહ જોઇને બેઠા હતા. સાંજે 6 વાગ્યે ડાયરેકટ પરેશ ગજજરે મળીને તમે કેમ અહીંયા આવ્યા છો.પગાર નહિ મળે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. હાજર મહિલા પણ અપશબ્દો બોલતી હતી. ફરિયાદી અને તેમના પતિને મારમારી ધક્કા મારી બહાર કાઢતા 181 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. બનાવ અંગે વાડજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પરેશ ગજ્જરે નોંધાવેલી ફરિયાદ મુજબ પૂર્વ પ્રોફેસરે આવીને અપશબ્દો બોલ્યા અને ડાયરેક્ટરનો કલર પકડી મને કેમ સસ્પેન્ડ કર્યો તેમ કહી ઝપાઝપી મારામારી કરી ઓફિસની મહિલા કર્મચારીને મારમારી છેડતી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.