રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ચેકિંગ ઝુંબેશ.
રાજકોટ શહેર તા.૨/૭/૨૦૨૨ ના રોજ ભારત સરકાર દ્વારા તા.૧/૭/૨૦૨૨ થી સમગ્ર દેશમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ તેમજ ૭૫ માઈક્રોન થી ઓછી જડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા નાયબ કમિશનરશ્રી એ.આર.સિંઘની આગેવાની હેઠળ પર્યાવરણ ઈજનેર શ્રી નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી જીન્જાળા તેમજ અન્ય સ્ટાફ દ્વારા તા.૧/૭/૨૦૨૨નાં રોજ શહેરની મુખ્ય બજારોમાં પ્લાસ્ટિકનાં હોલસેલર, રિટેઈલરો તેમજ તેનો ઉપયોગ કરતા વેપારીક એકમો/દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ. આ ચેકિંગ દરમ્યાન ૯ કિલો પ્લાસ્ટિકના કપ, ૮.૬૬ કિલો પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ ૮.૫ કિલો ૭૫ માઈક્રોન થી ઓછી જડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવેલ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.