જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાનીઅધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ - At This Time

જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાનીઅધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ


ઇડરીયા ગઢના પ્રવાસન વિકાસ, સુવિધા માટે ઇડર નગરપાલિકા દ્વારા રૂ. ૭૨,૫૦,૭૨૭ કામોનો અંદાજ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરાયા સાથે મોજે કડોલી (કટ્ટી) ખાતે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન સંસ્થાન કટ્ટીધામને  યાત્રાધામ વિકાસ અર્થે ગ્રાન્ટની માંગણી કરાઈ. પ્રવાસન વિભાગને દરખાસ્ત રજૂ કરાશે. મંજુર થયે વિકાસ હાથ ધરાશે.
********************
        જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે સભાખંડમાં મળી હતી. જેમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાહ, અધિક નિવાસી કલેકટર શ્રી એચ.આર મોદી, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ભાવસાર, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર, મામલતદાર શ્રી હિંમતનગર તેમજ પ્રવાસન સમિતિના વિવિધ વિભાગોના સભ્યો ઉપસ્થિત રહીને પ્રવાસન સ્થળના સમુચિત વિકાસ અંગે સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે ભૌગોલિક, ઐતિહાસિક, પર્યટન સ્થળનું આગવું મહત્વ અને માન્યતાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
 ઈડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાએ ઇડરના પ્રવાસન સ્થળોના વિકાસ અંગે રજૂઆત કરી હતી અને ઈડરિયો ગઢ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને તેવા પ્રયાસો સૌ સાથે મળીને કરીએ અને જિલ્લાના પ્રવાસનમાં મોરપીંછ બની રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઇડર નગરપાલિકા દ્વારા ઈડરિયા ગઢ ઉપર પ્રવાસીઓની સુવિધા માટે સમિતિ સમક્ષ રૂ. ૭૨,૫૦,૭૨૭ ખર્ચના એસ્ટીમેન્ટ કામોની દરખાસ્ત રજૂ કરાઈ હતી.  જે દરખાસ્તની પ્રવાસન વિભાગમાં તથા સરકારમાં મોકલવામાં
આવશે. મંજુર થયેલ કામો હાથ પર લેવામાં આવશે. તેમ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું. આ કામોમાં ગઢ ઉપર પગથિયાં થી “મુખ્ય રસ્તો”, “તળાવ ફરતે પેવર બ્લોક”, “મુખ્ય રસ્તાની સ્ટ્રીટલાઈટ”, ટોયલેટ બ્લોક તથા જરૂરી સાઈન બોર્ડ, તળાવના પગથીયા
તથા પથ્થર પીચીંગની કામગીરી, પ્રવાસીઓ માટે કિચનશેડ, ટ્રેકિંગ માટેની જરૂરી સુવિધાનો સમાવેશ થાય છે.
 હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ મોજે હિંમતનગર ખાતે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન સંસ્થાન કડોલીના યાત્રાધામ વિકાસ અર્થે ગ્રાન્ટની માંગણી કરીને આ સ્થળે આવતા યાત્રાળુઓના બાળકો માટે રમત ગમતના સાધનો મંદિરના આગળના ભાગમાં બગીચો, પ્રોટેકશન દિવાલ તથા પ્રવાસીઓને સુવિધા પ્રદાન થાય તે પ્રકારના વિકાસ કામો કરવા રજૂઆત અને સૂચનો કર્યા હતા અને હિંમતનગર ખાતે આવેલા રોડાના પક્ષી મંદિરનો સુંદર વિકાસ થાય તો અલભ્ય દુર્લભ પક્ષી મંદિરને હિંમતનગર તાલુકામાં પર્યટનમાં સ્થાન મળે.સ્થળનો વિકાસ થાય અને હિંમતનગર સ્વામિનારાયણ મંદિરમાં બેઝમેન્ટ પાર્કિંગ તથા અતિથી ગૃહના ૧૪ રૂમો બનાવવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા પાંચ કરોડનો પ્લાન એસ્ટીમેન્ટ બનાવીને સરકારમાં તથા પ્રવાસન વિભાગમાં મોકલવાનું આયોજન છે. આ ઉપરાંત જિલ્લાના પોળો ફોરેસ્ટ,વિજયનગર  રાયગઢ તળાવનું બ્યુટીફિકેશન, અડકોદરા તથા બાલ સમુદ્રની જગ્યા આડાહાથરોલ,રાણી તળાવ, કર્ણનાથ મહાદેવ સાબલી-રામાયણ, મીની પાવાગઢ જેવા સ્થળોને પણ તબક્કાવાર વિક્સાવવા માટેની બેઠકમાં ચર્ચા કરાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.