વડોદરા: વાસ તળાવના બ્યુટીફિકેશનનું ચાર વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત બાદ પ્રોજેક્ટ અભરાઈ પર - At This Time

વડોદરા: વાસ તળાવના બ્યુટીફિકેશનનું ચાર વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત બાદ પ્રોજેક્ટ અભરાઈ પર


વડોદરા,તા.30 જુન 2022,ગુરૂવારવડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા વાસ તળાવનું બ્યુટીફિકેશન કરવાનું આયોજન ચાર વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું પરંતુ તે પ્રોજેક્ટ કોર્પોરેશનને ચડાવી દીધો છે.વડોદરા શહેરના તળાવના બેટિફિકેશન કરવા અંગે વડોદરા કોર્પોરેશનને એક પછી એક પ્રોજેક્ટ હાથમાં લીધા હતા તેમાં મોટાભાગના તળાવોનું બ્યુટીફિકેશન પાછળ અંદાજે રૂપિયા 80 કરોડથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યારે જે તળાવનું વીટીફીકેશન થયું છે તેમાં આજે ફરી પાછી પરિસ્થિતિ એની એ જ થઈ ગઈ છે ઠેર ઠેર તળાવમાં જંગલી વેલાઓ કે પછી ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાતું શરૂ થઈ ગયું છે જેને કારણે આજુબાજુમાં રહેતા લોકો પણ પરેશાન થઈ ગયા છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક તળાવ ના બ્યુટીફિકેશન માટે ખાતમુહૂર્ત થયા પછી એ પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ચાર વર્ષ પૂર્વે વાઘોડિયા રોડ સ્થિત વાસ તળાવ નું પણ ડ્યુટીફિકેશન કરવાનું નક્કી થયું હતું અને તેની પાછળ રૂપિયા 1.60 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ પણ મૂકવામાં આવ્યો હતો તે સમયે પૂર્વ મેયર હાલના સાંસદ પૂર્વ વિપક્ષના નેતા વિગેરેની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું પરંતુ તે પ્રોજેક્ટ કોર્પોરેશનને પર ચડાવી દીધો છે અને આજે વાંચ તળાવની પરિસ્થિતિ જેસે થે રહી છે.વાસ તળાવનું પાણી સુકાઈ ગયું છે જેથી તળાવમાં ઢોરો ચારતા નજરે પડે છે તેમજ ઠેર ઠેર ગંદકીના ઢગલા પણ થઈ ગયા છે જેથી આજુબાજુમાં રહેનારા લોકો પરેશાન થઈ ગયા છે જે અંગે કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો થતી રહી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.વાઘોડિયા રોડ વિસ્તારના વાસ તળાવના બ્યુટીફીકેશન ની શરૂઆત થતાં પહેલાં જ આ કામગીરી અભરાઈ પર ચડાવી દેવામાં આવી છે જે અંગે કોર્પોરેશન ના તંત્ર દ્વારા એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે તળાવના બ્યુટીફીકેશન માટે જે રકમ ફાળવવામાં આવી હતી તે રકમ નું બજેટ પૂરું થઈ ગયું હતું જેથી નાણાકીય વ્યવસ્થા ના અભાવને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.