વઢવાણના વાહનચોરીના આરોપીઓની જામીન અરજી કોર્ટમાં નામંજૂર
- બે શખ્સે કરેલી રેગ્યુલર અરજી ફગાવાઈ- પોલીસ તપાસમાં અન્ય સ્થળોની વાહનચોરીમાં સંડોવણી ખુલી હતીસુરેન્દ્રનગર : વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીનાં ગુનામાં ઝડપાયેલા બે શખ્સોએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા કોર્ટમાં કરેલી અરજી નામંજુર કરવામાં આવી છે.આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, વઢવાણ પોલીસ દ્વારા બોટાદના પ્રફુલભાઈ ઉર્ફે પપ્પુ ઈશ્વરભાઈ દુધરેજીયા અને મિલનદાસ રામદાસ ગોંડલીયા નામનાં બે શખ્સોને વાહનચોરીના ગુનામાં ઝડપી લેવાયા હતા. અને પુછપરછમાં અન્ય વાહનચોરીના ગુનામાં સંડોવણી ખુલી હતી. આ બન્ને આરોપીઓ દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા સેસન્સ પી.એસ.ગઢવીની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી. જેમાં આરોપી તરફેના વકીલ અને સરકાર તરફેના વકીલની દલીલો, આધાર પુરાવા બાદ આરોપીઓ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વાહન ચોરીનાં ગુનામાં રંગે હાથ ઝડપાયેલ છે. અને પુછપરછ દરમ્યાન અન્ય વાહન ચોરીના વાહનો પણ આરોપીઓના રહેણાંકેથી મળેલ છે. આ તમામ બાબતને ધ્યાને લેતા આરોપીઓની ગુના કામે પ્રથમ દર્શનીય સંડોવણી રેકર્ડ ઉપર આવવા પામેલ છે. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલ ગુનો સમગ્ર સમાજને અસર કરતો ગુનો છે. તેવા તારણ સાથે સેશન્સ જજએ બન્નેની જામીન અરજી નામંજુર કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.