મેડીકલ કોલેજ માં એડમીશન અપાવવા ની લાલચ આપી રૂપીયા પડાવી લેનાર આરોપીઓને ઝડપી પાડયા
મેડીકલ કોલેજ માં એડમીશન અપાવવા ની લાલચ આપી રૂપીયા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી રેન્જ સાયબર પોલીસ
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબની સુચના મુજબ જુનાગઢ રેન્જના સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ નોંધવામાં આવતા હોય અને આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં મોટે ભાગે બહારના રાજ્યના આરોપીઓ સંડોવાયેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થતુ હોય અને હાલના મોબાઇલ અને ડિજીટલ યુગમાં આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓનુ પ્રમાણ ખુબ જ વધતુ જતુ હોય ત્યારે આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા તથા તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ છે.
સાયબર પો.સ્ટે જુનાગઢ રેન્જ જુનાગઢના ગુર.નં-૧૧૨૦૩૦૭૧૨૨૦૦૧૨/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ તથા આઇટી એક્ટ કલમ ૬૬ડી), મુજબ કામે ગુન્હો તા.૦૧/૦૩/૨૦૧૯ ૬,૦૦/૦૦ થી તા.૧૯/૦૨/૨૦૨૨ ૬,૧૮/૦૦ ના સમય દરમ્યાન ગામ નાકરા, તા-માણાવદર, જીલ્લો- જુનાગઢ ખાતે બનેલ છે અને સદરહુ ગુન્હો તા.૧૯/૦ર/ર૦રર ના કલાક-૧૯/૨૫ વાગ્યે જાહેર થયેલ છે. સદરહુ ગુન્હાના કામે ફરીયાદી ડો. રોનકુમાર મણીલાલ લકકડ પટેલ ઉ.વ ૩૩ ઘંઘો-તબીબી રહે- મૂળ ગામ નાકરા તા-માણાવદર જી જુનાગઢ હાલ એ-૧૧ ક્રીસ્ટલ યજ્ઞપુરૂષ કોલાબેરાની પાછળ ગોત્રી સેવાસી રોડ, ગોત્રી વડોદરા વાળા છે. અને આ કામે બનાવની હકિકત એવી છે કે આ કામે ફરીયાદીએ નીટ પીજી. પરીક્ષા (એમ.ડીએમ.એસ ની પરીક્ષા) માટેનું ફોર્મ ભરેલ તેમાં ફરીયાદીએ પોતાનો ડેટા ઓનલાઇન ફોર્મમાં ભરેલ જે ઓનલાઇન ફોર્મના ડેટા આરોપીઓએ કોઇપણ પ્રકારે મેળવી અજાણી વ્યક્તિએ વિશાલસીંઘ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી તથા આ વિશાલસીંઘ નામ ધારણ કરનાર વ્યક્તિ ફરીયાદીના મોબાઇલમાં અજાણ્યા મોબાઇલ નં. ૯૩૭૨૨ ૭૭૧૬૭ પરથી ફોન કરી એડમીશન બાબતે ટેલીફોનીક કોમ્યુનિકેશન વાતચીત કરી ફરીયાદીને એમ.ડી. મેડીશનમાં એડમીશન અપાવી દેવાની લાલચ આપી અને આ કામે અન્ય સહ આરોપીઓ (૧) સતીષભાઇ ભૂપતભાઇ કાનાણી રહે સુરત (૨) સોનલ વા.ઓ સતીષ કાનાણી રહે સુરત (૩) અજાણ્યા મોબાઇલ નં. ૯૩૭૨૨ ૭૭૧૬૭ તથા (૪) રણજીત નામનો ઇસમ મો.નં, ૭૫૯૬૮ ૨૪૯૧૪ તથા (૫) લવ ગુપ્તા નામનો ઇસમ મો.નં. ૯૮૯૨૮ ૫૨૯૨૪ તથા (૬) રાજેશ ગુહા નામનો અજાણ્યો ઇસમ મો.નં, ૪૭૦૨૩ ૦૩૨૧૦, તથા (૭) અજાણ્યા કોટક મહીન્દ્રા બેંકના એકા.નં ૨૨૧૨૬૧૫૩૩૫ નો ઉપયોગ કરનાર વ્યક્તિઓએ સાથે મળી એકબીજાની મદદગારી કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી એડમીશનના ફ્રી પેટેના કુલ રૂ.૩૨,૦૦,૦૦૦ પડાવી લઇ એડમીશન નહી કરાવી આપી તેમાથી ૩.૬,૦૦,૦૦૦/ ફરીયાદીને પરત આપી દઇ બાકી રહેતા રૂ. ૨૬,૦૦,૦૦૦/- પરત નહી આપી ફરીયાદી સાથે ઓનલાઇન નાણાકીય છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય જે ગુન્હાની તપાસ રીડર પો.ઇન્સ.શ્રી કે.કે.ઝાલા સા. જુનાગઢ રેન્જ આઇ.જી.પી.સા.ની કચેરીના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી આર.વી.વાજા નાઓએ સદર ગુન્હામાં સંડાવાયેલ આરોપીની તપાસ હાથ ધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ બેન્ક એકાઉન્ટ તથા મોબાઇલ નંબર નો ઉપયોગ કરનાર ની મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પાસે થી માહિતી મેળવી તેનુ ઉડાંણ પૂર્વકનુ એનાલીસીશ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) સતિષ સાઓ ભુપતભાઇ કાનાણી જાતે,પટેલ ઉવ, ધંધો.૩૦ ધંધો. વેપાર તથા (૨) સોનલબેન વા/ઓ સતિષ ભુપતભાઇ કાનાણી જાતે પટેલ ઉવ. ધંધો.૨૯ ધંધો. ધરકામ રહે બંન્ને...સુરત પ્લોટ નં-રર શિવનગર સોસાયટી મોટા વરાછા મુળ ગામ મુલાણી સમઢીયાળા તા.પાલીતાણા જી.ભાવનગર વાળાઓ ને તા. ૨૫/૦૬/૨૦૨૨ ના ક.૧૪/૩૦ અટક કરવા મા આવેલ છે. પકડાયેલ આરોપીનું પુરૂ નામ સરનામુ :
(૧) સતિષ સઓ ભુપતભાઇ કાનાણી જાતે પટેલ ઉવ. ધંધો ૩૦ ધંધો. વેપાર તથા (ર) સોનલબેન વા/ઓ સતિષ ભુપતભાઇ કાનાણી જાતે પટેલ ઉવ. ધંધો.૨૯ ધંધો. ધરકામ રહે બંન્ને. સુરત પ્લોટ નં-૨૨ શિવનગર સોસાયટી મોટા વરાછા મુળ ગામ, મલાણી સમઢીયાળા તા.પાલીતાણા જી.ભાવનગર
ગુન્હાની મોડસ ઓપરેન્ડી (MO):
આ કામના પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપીઓ એકબીજા ની મદદ થી મેડીકલ કોલેજ માં એડમીશન લેવા માટે ઇચ્છા ધરાવતા યુવકો નો સપર્ક કરી તેમની સાથે ફોન પર વાતચીત કરી તેમજ રૂબરૂ મુલાકાત કરી વિશ્વાસ મા લઇ મેડીકલ કોલેજ માં એડમીશન મેળવી આપીશુ તેવો વાયદો કરી મેડીકલ એડમીશન ના નામે લાખો રૂપીયા પડાવી એડમીશન ન થતા રૂપીયા પરત નહી આપી ગુન્હો કરતા હોય.
ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલ બેન્ક એકાઉન્ટો તથા મોનંબર ની વિગત: આઇ.સી.આઇ.સી આઇ બેન્ક ના એકાને. ૦૦૫૨૦૧૫૫૫૮૦૭
કોટક મહીન્દ્રા બેન્ક ના એકાન- ન.૨૨૧૨૬૧૫૩૩૧
મો.નં ૯૩૭૨૨ ૭૭૧૬૭ તથા ૭૦૩૯૯૧૬૭૫૯, તથા ૭૫૯૬૮૨૪૯૪૬, તથા ૯૭૩૭૭૭૬૬૨૫ તથા ૯૫૩૭૩૭૧૮૯૩ તથા ૯૩૭૨૨ ૭૭૧૬૭ તથા ૧૫૯૬૮ ૨૪૯૧૪ તથા ૯૮૯૮ ૫૨૯૨૪ તથા ૯૭૦૨૩ ૦૩૨૧૦, તથા ૯૩૭૨૨ ૭૭૧૬૭
સદરહુ ગુન્હો ડીટેક્ટ કરનાર ટીમના સભ્યો:
રીડર પોલીસ ઇન્સ. શ્રી કે.કે.ઝાલા, સાયબર પો.સ્ટે ના પો.ઇન્સ.શ્રી આર.વી.વાજા તથા શ્રી.એસ.એન.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. શ્રી એસ.જી.ચાવડા તથા શ્રી પી.જે.રામાણી તથા વાયરલેશ પો.સબ ઇન્સ.શ્રી. એન.એ જોષી, એ એસ આઇ જે પી.મેતા, તથા પો.હેઙકોન્સ દિપકભાઇ લાડવા, કિરણભાઇ કરમટા, તથા રમેશભાઇ શીંગરખીયા, પો.કોન્સ અરવિંદભાઇ સોલંકી, વિગેરે નાઓના ટીમ વર્ક દ્વારા કામગીરી કરવામાં આવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.