સાણંદ તાલુકાના છેવાડાના અણિયારીના ગ્રામજનોની પીવાના પાણી માટે રઝળપાટ - At This Time

સાણંદ તાલુકાના છેવાડાના અણિયારીના ગ્રામજનોની પીવાના પાણી માટે રઝળપાટ


- ચૂંટણી ટાંણે વાયદા કરનારા નેતાઓ મતદાન પછી દેખાતા નથી- પીવાનું પાણી ભરવા ઘરની સ્ત્રીઓ અને યુવતીઓ તો ઠીક પણ પુરૂષોને ય ધરમના ધક્કાસાણંદ : સાણંદ તાલુકાના છેવાડાના અણિયારી ગામના લોકો આજે પણ પીવાના પાણી માટે ભારે વલખાં મારી રહ્યાં છે. ચૂંટણીઓ આવે ત્યારે મોટી વાતો કરી પાણીની સુવિધા ઉભી કરીઆપવાના વાયદા કરનારા નેતા મતદાન બાદ વાતને ભુલી જતા હોવાથી ગ્રામજનોની હાલત આજે પણ કફોડી છે. ઘરની સ્ત્રીઓ અને યુવતીઓ તો ઠીક પણ પુરૂષોને પણ પીવાનું પાણી લેવા આમથી તેમ રઝળપાટ કરવી પડે છે. માથે બેડા લઇને રઝળપાટ કરતી યુવતીઓની હાલત દયનિય બની છે. ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે અને ક્યાંય સામાન્ય ઝાપટાં પડી રહ્યાં છે પરંતુ નળકાંઠાના અંતરિયાળ ગામ એવા અણિયારી ગામની મહિલાઓ અને યુવતીઓને પીવાના પાણી માટે રઝળપાટ કરવી પડે છે. સાણંદ તાલુકાનું આ છેલ્લું ગામ છે જ્યાંથી તાલુકા મથક સુધી આવત ૪૦ કી. મી.નું અંતર કાપવું પડે છે. ગામના લોકો મોટા ભાગે ખેતીવાડી અને ખેત મજૂરી સાથે જોડાયેલા છે. શિક્ષણનું પ્રમાણ નહિવત છે. સુવિધાઓમાં અહીં ખાસ વ્યવસ્થા નથી. ગામમાં વાપરવા લાયક પાણીનો બોર છે પણ પીવા માટેનું પાણી ત્રીજા દિવસે આવે છે. ગામથી દૂર અડધા કી.મી. એ નર્મદાની પાઇપલાઇનમાં પીવાનું પાણી ભરવા બહેનોને જવું પડે છે. મહિલાઓને ઘરના અને ખેતીના કામ કર્યા બાદ પાણી ભરવાના કાર્યમાં જોતરવું પડે છે. પુરુષો પણ બાઇક લઈને પાણી ભરવાના સાધનો લઈ પાણી ભરવા મજબુર બન્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.