વિરમગામ નજીક રેલવે ફાટક રોડ પર પલટી ગયેલી કારમાંથી 305 બોટલ દારૂ મળ્યો
- પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 3.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરીવિરમગામ : વિરમગામ નજીક પોપટ ચોકડીથી કોકતા રેલ્વે ફાટક જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી કાર પલ્ટી ખઈ ગયેલી હાલતમાં મળી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની ૩૦૫ બોટલો મળી આવી હતી. પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂ. ૩.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાર મુકી નાસી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.અમદાવાદ જિલ્લામાં દારૂ, જુગાર અને વરલી મટકાની બેદી ફૂલીફાલી છે. ગુજરાતમાં દારૂબંધી કહેવા પુરતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિરમગામ તાલુકાના ભાવડા ગામે લાખો રૂપિયાનો વિદેશી દારૂ જથ્થો મલ્યાની શાહી સુકાઈ નથી ત્યાં વિરમગામ પોપટ ચોકડીથી કોકતા ફાટક જવાના રસ્તા ઉપર ફાર્મ હાઉસની સામે વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી પલ્ટી ખાઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી. તે બાબતની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલ નંગ ૩૦૫ જેની કિંમત રૂા. ૫૮૭૦૦, ક્રેટા ગાડી જેની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ ગણી કુલ રૂ. ૩,૫૮,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વાહન ચાલક હાજર મળી ન આવતા તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભાગી ગયેલા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.