રાજકોટમાં સંખ્યાબંધ વૃક્ષો પડી જતા – થાંભલા નમી જતા મોડી રાત સુધી અનેક વિસ્તારમાં અંધારપટ
તા. ૨૭ : રાજકોટ શહેરમાં આવેલ ભારે પવન અને વરસાદને કારણે શહેરમાં અમુક જગ્યાએ ઝાડ પડવાની, પોલ ડેમેજ થવાની ઘટનાને કારણે પાવર ટ્રીપ / ફીડર ફોલ્ટ થયેલ. રાજકોટમાં HT-1 સબ ડિવિઝન હેઠળનાં લાતી પ્લોટ, પેલેસ રોડ, કેદારનાથ, વીર સાવરકર, RTO, આજી વસાહત, સત્યમ સોસાયટી ફીડર હેઠળ વીજ પુરવઠો ખોરવાયેલ, જયારે HT-2 સબ ડિવિઝન હેઠળ ઈનકમ ટેકસ, પંચનાથ, ગોંડલ રોડ, જાગનાથ, હોસ્પિટલ, નિર્મલા રોડ ફીડર હેઠળનાં વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલ, જયારે HT-3 હેઠળ મારૂતિ, પ્રશિલ પાર્ક, મીરા નગર, સોમનાથ સોસાયટી, ઉપવન ફીડર હેઠળ નાં વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયેલ. જેને મોડી રાત સુધીમાં ટેકનિકલ ટીમો દ્વારા રિસ્ટોર કરવામાં આવેલ.
ભારે પવનને કારણે સૂખસાગર સોસાયટી ભગવતીપરા, શકિત સોસાયટી પેડક રોડ, ભવાનીનગર મેઈન રોડ, માલવિયા ચોક, ચંદન પાર્ક કાલાવડ રોડ તેમજ રૈયાધાર વિસ્તામાં વૃક્ષો પડી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયેલ હતો.
તેમજ ગ્રીન લેન્ડ ચોકડી, જય જવાન જય કિસાન સોસાયટી, કુવાડવા રોડ, દૂધ સાગર રોડ પાસે પોલ ડેમેજ / નમી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.