રાજકોટમાં લોક અદાલતમાં ઇ-મેમોના દંડની રકમ પોલીસ લઇ લીધી, પણ વાહનચાલકોને રસીદ ન આપી, માત્ર સાદા કાગળમાં એન્ટ્રી - At This Time

રાજકોટમાં લોક અદાલતમાં ઇ-મેમોના દંડની રકમ પોલીસ લઇ લીધી, પણ વાહનચાલકોને રસીદ ન આપી, માત્ર સાદા કાગળમાં એન્ટ્રી


ખોટો ઇ-મેમો મળ્યો હોય તેવું લાગે તો વાહનચાલક પોલીસ સમક્ષ અરજી કરી શકે.

રાજકોટ જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં અલગ અલગ પ્રકારના કેસોને લઇને સમાધાન પ્રક્રિયા ધ્યાનમાં રાખી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં ચર્ચામાં રહેલો ઇ-મેમોનો પ્રશ્ન આ લોક અદાલતમાં હલ થશે તેવું કહેવામાં આવતું હતું. પરંતુ આજે કઈક અલગ જ દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં પોલીસ વાહનચાલકો પાસેથી ઇ-મેમોના દંડની રકમ તો લઇ લીધી પણ કોઇને રસીદ આપવામાં નહીં. પોલીસ માત્ર સાદા કાગળમાં એન્ટ્રી કરતી જોવા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.