રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી
ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક તાલુકાઓ હજી કોરાધાકોર છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.