PSI MTમાં ભરતી માટે હેવી લાઇસન્સ ફરજિયાત કર્યા, મેરિટ બન્યું તેમાં 90 ટકા પાસે લાઈસન્સ નથી
100 દિવસમાં ભરતી પ્રક્રિયા પૂરી કરવાની ખાતરી અપાઈ હતી, આઠ મહિને મેરિટ માંડ બન્યું.
વેઈટિંગ લિસ્ટને બદલે ફરી ભરતી થશે! : જેમની પાસે લાઇસન્સ નથી તેમને ગેરલાયક ઠેરવાશે પણ તેમના સ્થાને ઓછા માર્ક ધરાવતા અને લાઇસન્સ તેમજ લાયકાત હોય તેમને બોલાવાશે નહિ.
રાજ્યના પોલીસ વિભાગના ટેક્નિકલ રિક્રૂટમેન્ટ બોર્ડે 10-2021માં ભરતી બહાર પાડી હતી જેમાં પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યા હતી. તે સમયે આ પ્રક્રિયા 100 દિવસમાં પૂરી કરવાનો દાવો કરાયો હતો પણ મેરિટ લિસ્ટ 22 જૂને બનીને તૈયાર થયું છે. આ મેરિટમાં પણ લાયકાતને કારણે વિવાદ ઊભો થયો છે અને ઉમેદવારોએ ગાંધીનગર ધામા નાખ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.