વિપુલ ચૌધરીના સમર્થકોએ આરોગ્યમંત્રી વિરૃધ્ધ વિસનગરમાં દેકારો મચાવ્યો - At This Time

વિપુલ ચૌધરીના સમર્થકોએ આરોગ્યમંત્રી વિરૃધ્ધ વિસનગરમાં દેકારો મચાવ્યો


વિસનગર,તા.23મહેસાણા ખાતે તાજેતરમાં
મળેલી દૂધસાગર ડેરીની વાષક સાધારણ સભા વખતે 
ગેટ ઉપર પૂર્વ ચેરમેન ઉપર થયેલા હુમલાના વિરોધમાં વિસનગર શહેરમાં વિપુલ
ચૌધરીની હાજરીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તેમના સમર્થકોએ
આરોગ્યમંત્રી વિરૃધ્ધ સુત્રોચ્ચાર કરતા ગરમાવો આવ્યો હતો.સભા બાદ રેલી કાઢે તે
પહેલાં પોલીસે તેઓને અટકાવી અટકાયત કરવામાં આવી હતી.મહેસાણા દૂધસાગર ડેરીની
વાષક સાધારણ સભામાં જતા અટકાવી ડેરીના પૂર્વ ચેરમેન મોંઘજીચૌધરી તથા તેમના પુત્ર
ઉપર હુમલાના બનાવનો વિવાદ સમતો નથી. આ 
બનાવના વિરોધમાં વિસનગરમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં  આદર્શ હાઈસ્કુલમાં સભા તથા રેલીનુ આયોજન કરાયુ
હતુ. દૂધ ઉત્પાદકોની હાજરીમાં યોજાયેલ સભા બાદ તાલુકા સેવા સદન સુધી રેલીનુ આયોજન
કરવામાં આવ્યુ હતુ. પરંતુ પોલીસે રેલી કાઢતા અટકાવ્યા હતા. વિપુલ ચૌધરી સહીતના
આગેવાનો તથા દૂધ ઉત્પાદકોની અટકાયત કરીને તાલુકા સેવાસદનમાં લઈ જવામાં આવ્યા હતા.
અહીં  દૂધ ઉત્પાદકો દ્વારા બનાવને વખોડી
આરોગ્ય મંત્રી ષિકેશ પટેલ વિરુધ્ધ પણ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.નાયબ મામલતદાર
રઘુ ચૌધરીને આવેદન  આપી દૂધ ઉત્પાદકોની
ઉપસ્થિતિમાં વિપુલ ચૌધરી એ સાધારણ સભામાં પ્રશ્નો પુછી ન શકે તે માટે મોંઘજીભાઈ
ચૌધરી તથા તેમના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યો હતો અને પોલીસ
નિષ્પક્ષ કાર્યવાહી નહી કરે તો ચલાવી લેવામાં આવશે નહી તેમ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.