પાલનપુરના મલાણા નજીક આવેલ શિવધારા વોટરપાર્કમાં હંગામો
પાલનપુર,તા.23પાલનપુર તાલુકાના મલાણા
ગામ નજીક આવેલ શિવધારા વોટરપાર્કમાં હાલ ગરમી થી રાહત મેળવવા આવેલ પર્યટકોએ
વોટરપાર્કમાં લાંબા સમય સુધી વીજળી ના આવવા મામલે ભારે હંગામો મચાવ્યો હતો અને
ટિકિટના પૈસા પરત માંગતા સિક્યુરિટી સાથે બોલાચાલી થવા પામી હતી.
પાલનપુર તાલુકાના મલાણા
ગામે આવેલ શિવધારા વોટરપાર્ક સહેલાણી ઓથી ઉભરાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પણ આ
વોટરપાર્ક માં મોટી સંખ્યામાં લોકો મોંઘીદાટ ટીકીટના પૈસા ચૂકવી આનંદ માણવા આવ્યા
હતા જ્યાં લાંબો સમય વીજળી ન હોવાના કારણે પર્યટકો અકળાઈ ઉઠયા હતા અને લાઈટ અંગે
રજુઆત કરતા કોઈ સરખો જવાબ ન મળતા પર્યટકોએ હોબાળો મચાવી ટીકીટના પૈસા પરત માંગતા
મામલો બીચકયો હતો જેમાં પર્યટકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે રકઝક થતા ઉત્તેજના
પ્રસરી જવા પામી હતી જોકે વોટરપાર્કમાં ટીકીટના નામે તગડી રકમ વસુલ કર્યા બાદ
પૂરતી સુવિધાઓ આપવામાં સંચાલકોની મનમાની સામે પર્યટકો રોષ વ્યકત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.