ભીલડી સોયલા વચ્ચેની રેલવે ફાટક વારંવાર બંધ રહેતા વાહનવ્યવહારને હાલાકી - At This Time

ભીલડી સોયલા વચ્ચેની રેલવે ફાટક વારંવાર બંધ રહેતા વાહનવ્યવહારને હાલાકી


ભીલડી,તા.23પાટણ અને કંડલા રૃટની
રેલવેની ડબલ લાઈન પસાર થતી હોવાથી ભીલડી નજીક આવેલ સોયલા રેલવે ફાટક નંબર ૪૩  વારંવાર બંધ કરવામાં આવે છે.જેના કારણે ફાટક
ખુલવાની રાહ જોતા વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.જેના નિવારણ માટે આ ફાટક
પર ઓવરબ્રીજ મંજુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.ભીલડી થી અંતરિયાળ ૩૨
અને દિયોદર અને થરાદ ગામોને જોડતા રસ્તાપર પર આવેલ સોયલા રેલવે ફાટક નંબર ૪૩  ભીલડી જંકશન થી નજીક આવેલ હોવાથી અને ત્રીપલ
બ્રોડગેજ લાઇનના કારણે માલગાડીઓની પણ સતત અવર-જવર રહેતી હોવાથી વારંવાર રેલવે ફાટક
૪૩  છાસવારે બંધ થઈ જાય છે .જેથી
ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો બંને તરફ લાગી જતી હોય છે .ઉનાળાનામાં  ધોમધખતા તાપમાં પણ વાહનચાલકોને લાંબા
સમય સુધી ફાટક ખૂલવાની રાહ જોવી પડતી હોય છે આ રોજની રામાયણ ને લઇ વાહનચાલકો પણ
પરેશાન થઇ ઊઠયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રેલવે ફાટકની
સમસ્યાનું સમાધાન થયું નથી. વર્ષો જુની માંગ સ્થાનિક આગેવાનો દ્રારા રજુઆત કરવામાં
આવી પરંતુ માંગણી અધ્ધરતાલે.ઓવર બ્રિજ બનાવવાની માંગ
અધ્ધરતાલરેલવે ફાટકની કાયમી
સમસ્યા નો ઉકેલ મેળવવા માટે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ ની જરૃરિયાત છે પરતુ પ્રજાની
હાલાકી દૂર કરવાનો વિચાર સુધ્ધા તંત્રના બાબુઓ કરતા નથી.બે સાંસદો હોવા છતાં
રેલવેના પ્રશ્નો વણઉકેલ્યાકેન્દ્ર સરકારમાં
બનાસકાંઠા જિલ્લામાંથી બે પ્રતિનિધિઓ હોવા છતાં રેલ્વે ના અનેક પ્રશ્નો પણ ઉકેલ આ
છે બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને તે સમયના કેન્દ્રીયમંત્રી હરિભાઇ ચૌધરીને પણ આ
અંગેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ સુધી કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી.અનેકવાર દર્દીઓ ભોગ બને
છે

સોયલા ગામ નજીક બનાવામાં આવેલું
રેલ્વે ફાટક નંબર ૪૩ ભીલડી આજુ બાજુ  ના ૩૨
ગામોના લોકો માટે માથાના દુખાવા રૃપ બની રહ્યું છે. ટ્રેન પસાર થઈ ગયા બાદ લાંબો સમય
સુધી ફાટક ખોલવામા આવતું ન હોવાથી ગંભીર દર્દીઓ માટે જીવલેણ બની રહ્યુ છે. દર્દીઓ ને
સમય સર સારવાર ન મળતા મોત નિપજે છે અનેક વાર ઇમરજન્સી ૧૦૮ અને ખીલખીલાટ અનેક વાર ફાટક
બંધ હોવાથી કલાકો સુધી અટવાઇ જાય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.