ગુજરાત ભાજપે સફળતાપૂર્વક અને ગુપ્તતાથી પાર પાડ્યું ઓપરેશન કમલ
- સોમવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર સરકારના 11 ધારાસભ્યોની સુરત એન્ટ્રી, મંગળવારે મોડી રાત્રે 41 ધારાસભ્યોની એક્ઝિટસુરત,તા.22 જુન 2022,બુધવારગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બિન ભાજપી સરકારને ઘર ભેગી કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા ઓપરેશન કમળ ઘણી જ ગુપ્તતાથી અને સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું હતું. સોમવારે મોડી રાત્રે સરકારથી નારાજ થયેલા બળવાખોર મંત્રી સહિત 11 ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર શિવસેના અને અપક્ષ ધારાસભ્યો સુરત આવવાનું શરૂ થયું હતું. મંગળવારે રાત્રે મહારાષ્ટ્ર સરકારના ધારાસભ્યોને એર લિફ્ટ કરી ગૌહાટી લઈ જવાયા ત્યારે આ ધારાસભ્ય ની સંખ્યા 41 થઈ ગઈ હતી તે શિવસેના સરકાર તોડવા માટે પુરતી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર સરકારના એક મંત્રી સહિત 11 ધારાસભ્યો સંપર્ક વિહોણા થયા હતા. મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી વિચારે તે પહેલાં જ પ્લાન મુજબ મંત્રી સહિતના ધારાસભ્યો સુરત ડુમસ રોડની ફાઈવ સ્ટાર હોટલમાં મોડી રાત્રે આવી ગયા હતા. વહેલી સવારે ભાજપના મોટા નેતાઓ હોટલમાં આ બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત કર્યા બાદ ગાંધીનગર ઉપડી ગયા હતા. વધુ વાંચો: વહેલી સવારથી મોડી રાત્રી સુધી સી.આર. પાટીલના વિશ્વાસુના હોટલમાં ધામામંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્રના રાજકારણનો હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. સોમવારે રાત્રે મંત્રી સહિત 11 ધારાસભ્યો હતા પરંતુ તબક્કાવાર હવાઈ માર્ગ અને જમીન માર્ગે અન્ય ધારાસભ્યો સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં આવવાનું શરૂ થયું હતું. મોડી રાત્રી સુધીમાં તો શિવ સેનાના 36 અને અપક્ષ સાત ધારાસભ્ય મળીને સુરતની હોટલમાં મહારાષ્ટ્ર સરકારના કુલ 41 ધારાસભ્યો થઈ ગયા હતા. સોમવારે મોડી રાત્રે સુરતની હોટલમાં 11 ધારાસભ્યોની એન્ટ્રી થઈ હતી પરંતુ જ્યારે હોટલમાંથી એરપોર્ટ પર 41 ધારાસભ્યોની એક્ઝિટ થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.