મહારાષ્ટ્ર ધારાસભ્યોને લઈ બસ પહોંચતા સુરત એરપોર્ટ રાત્રે અઢી વાગ્યે ધમધમી ઊઠ્યું - At This Time

મહારાષ્ટ્ર ધારાસભ્યોને લઈ બસ પહોંચતા સુરત એરપોર્ટ રાત્રે અઢી વાગ્યે ધમધમી ઊઠ્યું


- બસમાંથી ઊતરેલા શિવસેનાના ધારા સભ્યોને પોલીસે કોર્ડન કરી એરપોર્ટમાં પહોંચાડ્યા, ધારાસભ્યોએ કહ્યુ અમે સાચા શિવસૈનિક છીએસુરત,તા.22 જુન 2022,બુધવારમહારાષ્ટ્રની શિવસેના સરકારના બળવાખોર ધારાસભ્યોને હોટલ થી બસમાં એરપોર્ટ લઈ જવાયા ત્યારે મધ્યરાત્રીએ એરપોર્ટ ધમધમી ઉઠયું હતું. શિવસેનાના 36 અને સાત અપક્ષ ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચતા સુરત પોલીસને રાહત થઈ હતી.સુરત ડુમ્મસ રોડ પર આવેલી હોટેલમાં રોકાયેલા મહારાષ્ટ્ર સરકારના 41 ધારાસભ્યોને લઈને ત્રણ બસ એરપોર્ટ પહોંચી ત્યારે ભારે ડ્રામા થયા હતા. રાત્રિના અઢી વાગ્યે બસ એરપોર્ટ પર પહોંચતા સુરત એરપોર્ટ ધમધમી ઉઠયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બળવાખોર ધારાસભ્યો પાસે જવામાં મીડિયાની સફળતા મળી હતી. બળવાખોર ધારાસભ્યો માંથી કેટલાક ધારાસભ્યોએ મીડિયા સાથે તૂટક વાત કરી હતી. મોટાભાગના સભ્યોએ કહ્યું હતું કે અમે સાચા શિવસૈનિક છીએ. અમારે ભાજપ સાથે સહકાર બનાવી છે અમે શિવસેના છોડી નથી.જોકે પોલીસ તેમને કોર્ડન કરીને લઈ જતી હોવાથી વધુ વાત તેમને સાથે થઈ શકી ન હતી. ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્યો સુરત આવ્યા બાદ આજે સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. તમામ 41 ધારાસભ્યોને પ્લેન મારફત ગુવાહાટી લઇ જવાતા દિવસ દરમિયાન એક્શનમાં રહેલી સુરત પોલીસને પણ રાહત થઇ હતી.સુરતમાં થયેલી આ રાજકીય ઉથલપાથલ માત્ર મહારાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ પુરા દેશના રાજકારણમાં હોટ ટોપિક બની ગઈ હતી. એવું કહેવાય રહ્યું છે કે બે માસ જેટલા સમયથી ઓપરેશન કમળનું કામ ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપ પ્રમુખે તદ્દન ગુપ્તતાથી અને સફળતાથી આ ઓપરેશન પાર પાડ્યું હોવાથી ભાજપના રાજકારણમાં તેમનું કદ હવે વધુ મોટું થઈ રહ્યું છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.