રાજકોટમાં જવેલર્સના શોરૂમમાં સહાયના બહાને નોટબુક બતાવી રૂ.6 લાખના દાગીનાનું બોક્સ સેરવી લીધું - At This Time

રાજકોટમાં જવેલર્સના શોરૂમમાં સહાયના બહાને નોટબુક બતાવી રૂ.6 લાખના દાગીનાનું બોક્સ સેરવી લીધું


રાજકોટના ભુપેન્દ્ર રોડ પર શ્રીગાર જવેલર્સમાં કોઈ અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તે બ્હેરો મૂંગો હોય તેવું નોટબુકમાં લખેલું હતું તેમણે પોતાને સહાય આપવા વિનંતી જે બતાવવાના બહાને નોટબુક આપ્યા બાદ નજર ચૂકવી એક બોક્સમાંથી પેંડલ સેટ-23 જેનું કુલ વજન 118 ગ્રામ જેની કુલ કિંમત રૂ.6 લાખ થાય તે ચોરી લઈ જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવની વિગતો અનુસાર,પ્રહલાદ પ્લોટ શેરી.22માં સૌભાગ્ય એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાતંભાઇ ભાસ્કરભાઇ ચાપાનેરીયા(સોની)(ઉ.વ. 41)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ભૂપેન્દ્ર મે.રોડ ખાતે શ્રીંગાર જવેલર્સ ના નામે દુકાન રાખી સોનીકામ નો વેપાર કરૂ છુ.ગત તા.20/06 ના બપોરના મારા પિતા ભાસ્કરભાઇ તથા મારા સેલ્સમેન વજુભાઇ ઘોળકીયા બંન્ને દુકાન મા આવેલ માલ ની ગોઠવણી કરતા હતા તે સમયે દુકાનમાં એક અજાણ્યો શખ્સ કે જે મૂંગો બહેરો હોય તેવો લાગતો હતો જે આવેલ અને તેના હાથ મા રહેલ એક કાગળ કે જેમા લખ્યું હતું કે આ વ્યકિત મૂંગો બહેરો છે તેને સહાય આપવા વિનંતી તે લખેલ હોય જે બતાવવા તેને કાગળ અમારી દુકાન ના કાઉન્ટર પર આવે તે રીતે બતાવ્યું હતું.
આ બતાવવાના બહાને આ અજાણ્યા શખ્સે મારી દુકાન ના કાઉન્ટર પર પડેલ એક બોકસ જેમા પેંડલ સેટ નંગ-23 જેનુ કુલ વજન-118 ગ્રામ જેની કુલ કિમત રૂ.6,00,000 થાય છે.જે મારા પિતાજી તથા મારા સેલ્સમેનની નજર ચુકવી પોતાની પાસે રહેલ એક નોટબુક તથા કાગળ બતાવવા ના બહાને મારા કાઉન્ટર ઉપર પડેલ પેંડલસેટ નુ બોકસ નોટબુકની નીચે રાખી ત્યાથી નીકળી ગયો હતો.ત્યારબાદ અમે જવેલર્સના સીસીટીવી ફુટેઝ ચેક કરતા તેમાં આ શખ્સ જોવામાં આવ્યો હતો.આ અંગે એ ડિવિઝન પોલીસના પીઆઇ સી.જી.જોશીની રાહબરીમાં પીએસઆઈ નિમાવત સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.