માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો M D ની નિમણુંક કરતા સામાજીક સંસ્થાના આગેવાનો
માળીયા હાટીના તાલુકાની જાહેર જનતાની છેલ્લા ઘણા લાંબા સમય થી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડો M D ની નિમણુંક માટે માંગ હતી તે સામાજીક સંસ્થાના આગેવાનો એ આ વિસ્તાર ના સંસદ રાજેશ ચુડાસમા ને ડો M D નિમણુક માટે માંગ કરી હતી આ વિસ્તાર ના સંસદ રાજેશ ચુડાસમા એ સરકાર માં રજુઆત કરતા સરકાર દ્વારા M D ડો સાગર ગળચર ની નિમણુંક થતા આ વિસ્તાર ની જાહેર જનતા ને ડો M D સાગર ગળચર નિમણુક થતા ની ખબર પડતાં હાલ માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે મોટી સંખ્યા માં દર્દી સારવાર અર્થે આવી રહ્યા છે માળીયા હાટીના સરકારી હોસ્પીટલ માં M D ડો સાગર ગળચર ની નિમણુંક થતા આ તાલુકા ની જાહેર જનતા ને સારો એવો ફાયદો થશે
આ તકે માળીયાહાટીના સામાજીક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સીસોદીયા, દેવજીભાઈ પટેલ,લખુભાઈ પાલા અમીનભાઈ પઠાણ, રાજેશભાઇ દેસાઈ, મગનભાઈ લાડાણી, નગીનભાઈ નિમાવત , જયદીપભાઈ ખેર, રણજીત ભાઈ સહિત ના આગેવાનોએ M D ડો સાગર ગળચર ને શુભેચ્છા મુલાકાત લઈ M D ડો સાગર ગળચર ને મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સામાજીક સંસ્થાના આગેવાનો દ્વારા પુષ્પો ગુચ્છો આપી સન્માન કરવામાં આવ્યું હતું
હાલ માળીયા હાટીના માં M D ડો સાગર ગળચર, ડો. શામળા , ડો કરમટા ,ડો પરમાર સહિત હોસ્પીટલ સ્ટાફ ખૂબજ સારી એવી ફરજ બજાવે છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.