વિશ્વયોગ દિવસ નિમિત રાજ્યમંત્રી નિમિષાબેન સુથારએ જિલ્લાવાસીઓ ને યોગ વિશે માહિતી આપી - At This Time

વિશ્વયોગ દિવસ નિમિત રાજ્યમંત્રી નિમિષાબેન સુથારએ જિલ્લાવાસીઓ ને યોગ વિશે માહિતી આપી


વિશ્વ યોગ દિન નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે મોટી સંખ્યામાં શાળા-કોલેજના બાળકો- વિવિધ સ્વૈચ્છીક સંસ્થઓ - સિનિયર સીટીઝન અને વહીવટી તંત્રના કર્મયોગીઓએ યોગ કર્યા
મન, આત્મા અને શરીરના સ્વાસ્થય માટે રોજ યોગા કરવા જોઈએ- કલેકટરશ્રી ડો.મનીષકુ
    ૨૧ મી જૂને  વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે ગીષ્મ સંક્રાંતિ હોય છે. એટલે સૂર્ય પોતાની દિશા બદલે છે. આવા સમયે યોગાભ્યાસ કે યોગ કરવામાં આવે તે  સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયક છે. 
    પ્રાચીન ભારતીય ઇતિહાસમાં યોગનું ઘણું મહત્વ અને સ્થાન હતું ઋગ્વેદમાં પણ યોગનો ઉલ્લેખ જોવા મળે છે. હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતામાં પણ યોગ  શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે  છે. એટલું જ નહી અહીના છોટે કાશી લુણાવાડા નગરના યોગી લુણનાથે પણ યોગવિદ્યાના કારણે જાણીતા હતા. યોગીનાથ અખાડા લુણેશ્વર અને સંસ્કૃતપાઠ શાળા વર્ષો પહેલા ચાલતી હતી. યોગ વિદ્યા લુણાવાડા નગરમાં વર્ષો પુરાણી છે.  
     પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કર્ણાટકના મૈસૂર પેલેસ  ખાતેથી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ દિવસની ઉજવણી નિમિત્તે પ્રસારીત સંદેશનું જીવંત પ્રસારણ થયુ હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રીમતી નિમીષાબેન સુથારની અધ્યક્ષતામાં મહીસાગર જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. જેમાં શહેરની વિવિધ શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ,  સિનિયર સિટીઝન, સ્વૈચ્છીક સંસ્થાઓ,  પતંજલી યોગ  સમિતિ અને  વિવિધ સંગઠનો યોગ  કાર્યક્રમમાં જોડાયા હતા. સુપ્રભાતે યોજાયેલા સુંદર નયનરમ્ય વનરાજીની ટેકરીની તળેટીમાં યોજાયેલા યોગ નિદર્શનનો નઝારો સૌ ના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાજ્ય યોગ બોર્ડના સભ્યોએ ઉપસ્થિત મહાનુભાવો સહિત હાજર લોકોને વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવ્યા હતા. યોગાભ્યાસ કર્યા બાદ શારીરિક અને માનસિક શાંતિ તથા તાજગીનો અનુભવ ઉપસ્થિત સૌ કોઈ એ કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.