સાબરકાંઠા જિલ્લો યોગમય બન્યો: ૨.૫૦ લાખથી વધુ લોકો યોગમાં જોડાયા
યોગ દ્રારા આપણી શારીરીક અને માનસિક શક્તિમાં વધારો થાય છે.
-સાંસદ શ્રીમતી રમિલાબેન બારા
*******
સાબરકાંઠા જિલ્લા વિજયનગર તાલુકાના ઐતિહાસિક સ્થળ શારણેશ્વર મંદિર પોળો ખાતે રાજ્યસભા સાંસદશ્રીમતિ રમિલાબેન બારાની ઉપસ્થિતિમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠાના જિલ્લાના ત્રણ વિશિષ્ટ સ્થળો-પ્રવાસનધામોના સાંન્નિધ્યમાં યોગ નિદર્શન યોજાયા હતા.
પોળોના જંગલમાં કુદરતના અલૌકિક સૌદર્યની વચ્ચે આવેલા પૌરાણીક અને આસ્થાના પ્રતિક સમાન શિવ મંદિર જ્યાં ભારતના વિર સપૂત એવા મહારાણા પ્રતાપે આશ્રય લીધો હતો તેવા ઐતિહાસિક મહત્વ ધરાવતા શારણેશ્વર ખાતે યોગમાં જોડાયેલા સાંસદ શ્રીમતિ રમિલાબેન બારાએ જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિનુ અવિભાજ્ય અંગ છે. આજે સમગ્ર વિશ્વ એક સાથે યોગ કરી રહ્યુ છે જેનુ આ વર્ષનુ થીમ માનવતા માટે યોગ. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નો દ્રારા ૨૦૧૪માં યુનો દ્રારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આજે રાજ્યના ૭૫ યુનિક સ્થળોએ જ્યારે જિલ્લાના ત્રણ સ્થળોએ આ યોગ દિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આ પૌરાણિક શિવ મંદિર ખાતે આપણે સૌ યોગ દિન ઉજવી રહ્યા છીએ જે ગૌરવની વાત છે.યોગ દ્રારા આપણી શારીરીક અને માનસિક શક્તિમાં વધારો થાય છે. સાથે એકાગ્રતા વધે છે.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલે જણાવ્યું હતું કે, યોગ દ્રારા શારિરીક તેમજ માનસિક તંદુરસ્થિ વધે છે. કોરોનાના સમયે વધુ લોકો આ યોગ સાથે જોડાય હતા જેથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય. યોગના મહત્વને આજે સમગ્ર વિશ્વના લોકો સ્વિકારતા થયા છે.આજના આધુનિક સમયમાં અનેક શારીરિક વ્યાધીઓ વધી છે જેનો એક માત્ર ઉપાય યોગ છે. એટલે માત્ર એક દિવસ પુરતુ આ યોગ નહિ પરંતુ દરરોજ યોગને આપણ જીવનનો ભાગ બનાવીએ.
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ઐતિહાસિક વિરાસ્ત એવા ૪૫૦ વર્ષ પૂર્વે નિર્મિત દરબાર ગઢ ખાતે અને ભારતીય ઇતિહાસમાં ખાસ મહત્વ ધરાવતા અજેય એવા ઇડરીયા ગઢ ખાતે યોગ દિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ ઐતિહાસિક ત્રણેય સ્થળોએ ૩૦૦થી વધુ લોકો યોગમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના શાળા-મહાશાળા,પોલીટેકનીક કોલેજ, સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રાથમિક- સામૂહિક આરોગ્ય કેંદ્રોમાં ઉપરાંત વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારી અને અન્ય નાગરીકો મળી જિલ્લામાં અંદાજે ૨.૫૦ લાખથી વધુ લોકો સામુહિક યોગમાં જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.