બનાસકાંઠા જિ.પં.ની સાધારણ સભામાં હાજર ન રહેનાર સિંચાઈ વિભાગને નોટીસ અપાશે
પાલનપુર,તા.20બનાસકાંઠા જિલ્લા
પંચાયતની આજે મળેલી સાધારણ સભામાં હાજર ન રહેનાર સિંચાઈ વિભાગના કર્મચારીઓને
કારણદર્શક નોટીસ આપવામાં આવશે. તેમજ આ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા-વિચારણા
કરવામાં આવી હતી.કોંગ્રેસ શાસિત
બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડ માં પ્રમુખ વારકીબેનના અધ્યક્ષ સ્થાને અને
જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નશીલ ખરેની ઉપસ્થિતિમાં સાધારણ સભા મળી હતી જેમાં ગત
સભા ની કાર્યવાહી અને જિલ્લા પંચાયત ની જુદી જુદી સમિતિઓની બેઠક ની કાર્યવાહી નોંધ
ને બહુમતી ના જોરે બહાલી આપવામાં આવી હતી બાદમાં પ્રશ્નોત્તરીમાં વિપક્ષ ભાજપના
સદસ્ય અશ્વિન સક્સેનાના સમાજ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નોની રજૂઆત કરાઈ
હતી જેમાં ખાસ ગ્રામીણ વિસ્તાર માં પ્લોટ હરાજી બંધ છે. જે ચાલુ કરવામાં ઘટતી
કાર્યવાહી કરવાની રજુઆત કરાઈ હતી જોકે આ પ્રશ્નોત્તરીમાં સિંચાઈ ને લગતા પ્રશ્નો
હોવા છતાં સિંચાઈ વિભાગમાં જવાબદાર અધિકારી સભામાં હાજર ન રહેતા તેમને કારણ દર્શક
નોટિસ આપવાની ડીડીઓએ તૈયારી દર્શાવી હતી તેમજ અંતમાં પ્રમુખ વારકીબેન ડીડીઓ ને
સોમવાર અને ગુરુવારે અપીલ ન લેવા અને આ બંને દિવસ અરજદારો માટે ફાળવવા રજુઆત કરતા
ડીડીઓએ પ્રમુખની રજુઆત ને માન્ય રાખી હતી જોકે એકંદરે આજની સાધારણ સભા શાંતિપૂર્ણ
માહોલ ના સંપન્ન થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.