વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા આઇ પોર્ટલ ખેડૂત ખુલ્લુ મુકવામાં આવ્યું
સાબરકાંઠા જીલ્લાના ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા પાથરણા/લારીવાળા લાભાર્થીઓને તેમના ફળ અને શાકભાજી બગાડ અટકાવવા માટે નાના વેચાણકારો તેમજ ખેડૂતોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની યોજના અમલમાં છે. આ યોજનામા અરજી કરવા માટે આઇ ખેડુત પોર્ટલ તા. ૧૭/૦૬/૨૦૨૨ થી ૧૬/૦૭/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. સદર યોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી સાધનિક કાગળો જેવા કે, રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જે તે સેજાના ગ્રામ સેવક/તલાટીનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો નાયબ બાગાયત નિયામકશ્રી કચેરી, ભોયતળીયે, બ્લોક-સી, જીલ્લા સેવા સદન, હિંમતનગર, જિ. સાં.કા. ખાતે સાધનિક કાગળો સાથે અરજી પહોચતી કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, હિંમતનગર, જિ. સાં.કા, ફોન નં.: ૦૨૭૭૨-૨૪૩૦૨૨ ખાતે સંપર્ક કરવા વિનંતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.