પરપ્રાંતીય મજૂરો ને મધ્ય પ્રદેશથી બગવદર લઈ આવતી પ્રાઇવેટ બસનું તેમજ મજૂરોનું ચેકિંગ કરતી બગવદર પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9zogmd9onkmhht50/" left="-10"]

પરપ્રાંતીય મજૂરો ને મધ્ય પ્રદેશથી બગવદર લઈ આવતી પ્રાઇવેટ બસનું તેમજ મજૂરોનું ચેકિંગ કરતી બગવદર પોલીસ


હાલ બરડા પંથકમાં મગફળી ઉપાડવાનું અને થ્રેસર મશીન થી મગફળી કાઢવાનું કામ પૂરજોશ થી ચાલુ છે અને તેમાં મજૂરી કામ માટે દર વર્ષે બીજા રાજ્યોમાંથી મજૂરો ખૂબ જ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કામ માટે આવે છે ત્યારે આજે બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.બી. ધાંધલીયા ની સૂચનાથી ડી સ્ટાફ ના દુલાભાઈ ઓડેદરા, જયમલભાઈ મોઢવાડિયા, કારાભાઈ હુણ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા મધ્યપ્રદેશના જબલપુર તેમજ રતલામ થી બગવદર આવેલ પ્રાઇવેટ બસમાં આવેલ પરપ્રાંતિય મજૂરોના સામાન ચેક કરવામાં આવેલ અને તેઓની પાસેથી તેમના ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવેલ અને હાલના તબક્કે આ કાર્યવાહી ખૂબ જ જરૂરી છે કારણ કે અમુક શખ્સો ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરી મજૂરીના બહાને સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે ઉપરાંત અમુક મજૂરો તેમના રાજ્યોમાંથી અગ્નિ સ્ત્રો પણ લઈ આવી આ વિસ્તારમાં વેચાણ કરી મોટો ફાયદો કરે છે અને અગાઉ આવા કિસ્સા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે ઉપરાંત પર પ્રાંતીય અમુક શખ્સો દ્વારા લૂંટફાટ અને મર્ડર જેવા પણ ગુનાઓ આચરવામાં આવે છે જેથી પોરબંદર જિલ્લા પોલીસ આ બાબત સતર્ક રહે તે ખાસ જરૂરી છે અને પોરબંદર જિલ્લા એસ.પી ડો. રવિ મોહન સૈનિ દ્વારા ખેડુતો ને અપીલ પણ કરવામાં આવેલ છે કે જ્યારે પરપ્રાંતિય મજૂરોને કામ ઉપર રાખે ત્યારે જે તે પોલીસ સ્ટેશનમાં મજૂરોની સંપૂર્ણ માહિતી રજૂ કરવાનો આગ્રહ રાખે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી શકે અને આજથી બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એચ.બી. ધાંધલીયા દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતી બસો અને મજૂરોના માલ સામાન નું ચેકિંગ કરવાનું ચાલુ કરવામાં આવતા આ કામગીરી પ્રશંશનિય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]