મોટા ખુંટવડા શ્રી કેન્દ્રવર્તી શાળામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9zjvx3t0mpemdzs6/" left="-10"]

મોટા ખુંટવડા શ્રી કેન્દ્રવર્તી શાળામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે શ્રી કેન્દ્રવતી શાળામાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના 20 વર્ષનો વિશ્વાસ અને વિકાસને લોકો સમક્ષ રજૂ કરવા હેતુ સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહી છું ત્યારે મહુવા તાલુકાના મોટાખુટવડા કેન્દ્રવતી શાળામાં તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. વસાવાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત કાર્યક્રમ આજરોજ યોજાયો હતો આ કાર્યક્રમમાં વંદે ગુજરાત વિકાસ રથ દ્વારા સરકારે કરેલા વિકાસના કામો અને તે પહેલાના સમયની પરિસ્થિતિ વર્ણવી હતી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પુજાબેન દેવદાસભાઈ ગોંડલીયાનું ક્લેફટ લીપ નું ઓપરેશન કરાવેલ તેને RBSK team દ્વારા ડો.કાજલબેન મોદીએ રીફર કરીને સફળતા પુર્વક ઓપરેશન કરાવેલ તેમ ડો કાજલબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને વિવિધ યોજનાઓ હેઠળ હુકમો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે તાલુકા વિકાસ અધિકારી એમ. એમ. વસાવા,THO.ડો.આર.જી.નકુમ સાહેબ,જુનીયર એન્જિનિયર એ.એન ચૌહાણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેદરડાનો તમામ સ્ટાફ મોટા ખુંટવડા તલાટી કમ મંત્રી પી.જે.લગધર સાહેબ,તાલુકા પંચાયત સદસ્ય કાન્તુબેન મધુભાઈ નગવાડીયા,મોટાખુટવડા પૂર્વ સરપંચના પ્રતિનિધિ હકાભાઇ ગલાણી,દુદાભાઈ રાઠોડ,પુનાભાઈ ચોસલા,પ્રવિણપરી ગૌસ્વામી,મુનાભાઈ સેંતાં, કેન્દ્રવર્તી શાળાના આચાર્ય વિજયભાઈ હડીયા તથા શિક્ષક સ્ટાફ,હકુભાઈ કરમટિયા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]