મિયાણી,ભાવપરા વિસ્તારમાં ખેડૂતોના મગફળી પાકમાં વરસાદી પાણી ફરી વળતા નુકશાનમગફળીનો પાકમાં પાણી ભરાતા તેમજ ડેમના પાણીથી પાકનું ધોવાણ થતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ - At This Time

મિયાણી,ભાવપરા વિસ્તારમાં ખેડૂતોના મગફળી પાકમાં વરસાદી પાણી ફરી વળતા નુકશાનમગફળીનો પાકમાં પાણી ભરાતા તેમજ ડેમના પાણીથી પાકનું ધોવાણ થતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ


મિયાણી,ભાવપરા વિસ્તારમાં ખેડૂતોના મગફળી પાકમાં વરસાદી પાણી ફરી વળતા નુકશાનમગફળીનો પાકમાં પાણી ભરાતા તેમજ ડેમના પાણીથી પાકનું ધોવાણ થતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે મિયાણી ભાવપરાની સીમમાં ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ મગફળીના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું જેથી મગફળીનો પાક ધીવાઈ ગયો છે તો અમુક ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લે પડેલ ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી ત્યારે પોરબંદર જિલ્લામાં બરડા પંથકમાં વર્તુ 2,સાની ડેમ તેમજ સોરઠી સહિતના ડેમના પાણી મેઢાક્રિક ડેમમાં આવ્યા હતા જેથી મેઢાક્રિક ડેમના પાણીની જળસપાટી વધતા આસપાસના સીમ વિસ્તારોમાંના ખેતરોમાં કેળ સમા પાણી ફરી વળ્યા હતા જેને પગલે હાલ પાણી ઉછળતા નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પોરબંદર જિલ્લાના મીયાણી ભાવપરા સહિતના સીમ વિસ્તારોમાં એકાએક પાણી આવી જતા પાણી કેડ સમા ભરાઈ ગયા હતા જેને પગલે હાલ મગફળીનો પાક નિષ્ફળ જવાને આરે છે.જોકે
આ વિસ્તારમાં દર વર્ષે વરસાદનું પાણી આવતા દર વર્ષે મગફળીનો પાક નિષ્ફળ જાય છે ત્યારે હાલ આ વિસ્તારમાં અમુક ખેડૂતોએ ત્રણ ત્રણ વખત ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું તે પણ હાલ નિષ્ફળ ગયું છે ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં અનેક જગ્યાએ ધોવાણ પણ થયા છે તો એકાએક રાત્રિના સમયે પાણી આવતા અનેક જગ્યાઓએ વાડી વિસ્તારમાં ઘરવખરી પણ પલળી ગઈ હતી

મિયાણી ભાવપરા ની વચ્ચે આવેલ વિસ્તારમાં દર વર્ષે ભારે વરસાદને પગલે આજ પરિસ્થિતિ જોવા મળી છે ભારે વરસાદ થતાં કેળ સમા પાણી 3 થી 4 દિવસ સુધી ભરાયેલા રહે છે ત્યારે આ પાણીનો તાત્કાલિક નિકાલ માટે અમારી વર્ષો જૂની નીજોર કેનાલ બનાવવાની માગણી છે આ બાબત સ્થાનિક આગેવાનો સરપંચો સહિત ઉચ્ચ અધિકારીઓ સુધી રજુઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી

મિયાની અને ભાવપરા નાં સરપંચો દ્વારા ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ વર્તુબે ડેમના પાણી અને સાનિડેમના પાણી મેઢાક્રીક ડેમમાં આવે છે ત્યારે હાલ ભારે વરસાદને પગલે મેઢાક્રિક ડેમના આસપાસના વિસ્તારોમાં પાણી રાત્રિના સમયે એકાએક આવતા ભાવપરા ગામની 65% ખેડૂતોને પાક નુકસાની જોવા મળી રહી છે ત્યારે આ અંગે હાલ વી સી ઈ દ્વારા પાક નુકસાન અને ડોક્યુમેન્ટ મગાવવામાં આવી રહ્યા છે-


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.