પાંચાળ પ્રદેશની લોક સંસ્કૃતિને જીવંત રાખનાર નાટ્ય કલાકારોને બિરદાવતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
વિછીયાના નાટ્ય કલાકાર જસમતભાઈ મકવાણા ઉર્ફે (મોરબીના રાજા) ને પાંચાળ ગૌરવ એવોર્ડ એનાયત થશે. શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતનાં દિવ્ય અને ભવ્ય અવસર પર પાંચાળ પ્રદેશની ભાતીગળ સંસ્કૃતિ અને અસ્મિતાની ઓળખ સમાન આપણી ધરોહર ભૂતકાળનો ભવ્ય સાંસ્કૃતિક વારસો ટકાવી રાખનાર પાંચાળ પ્રદેશના લોક કલાકારો અને નાટ્ય કલાકારો અને ભવાઈ કરતાં કલાકારોની કલાને વિનોદભાઈ વાલાણીએ પીઠ થાબડી બિરદાવ્યા હતા. તેમજ ગરવી ગુજરાત અને પાંચાળ પ્રદેશમાં ગુંજતું નામ વિછીયા ગામના લોક કલાકાર જસમતભાઈ મકવાણા અને રૂપાવટી ગામના ચમનભાઈ ગોરાસવા ને સન્માનિત કર્યા. વિછીયા ગામે "મચ્છુ તારા વહેતા પાણી" નાટક ભજવનાર તમામ કલાકારોને કલાને બીરદાવ્યા હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.