અમદાવાદમાં દારૂ પાર્ટી બાદ વધુ એક પોલીસકર્મી કાળાકામ કરતો ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9vsvstpp06zv9ijd/" left="-10"]

અમદાવાદમાં દારૂ પાર્ટી બાદ વધુ એક પોલીસકર્મી કાળાકામ કરતો ઝડપાયો


અમદાવાદ : એંટી કરપ્શન બ્યૂરો ને માહિતી મળી હતી કે અમદાવાદ શહેરમાં અને નેશનલ હાઇવે રીંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, TRB અને હોમ ગાર્ડ દ્વારા રોકીને હેરાન કરવામાં આવે છે અને તેમની પાસેથી રૂપિયા લેવામાં આવે છે અને જે માહિતીના આધારે ડિકોયનું આયોજન કરી ACB એ એક પોલીસ કર્મચારીને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે અને તેની ધરપકડ કરી છે.

આરોપી હાથીભાઇ કાળુભાઇ ચૌધરી, લોક રક્ષક, ટ્રાફીક પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર, વર્ગ-૩ ની ડીકોય કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા 1000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને જે રકમ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ACB દ્વારા રણાસણ ટોલનાકા, ચિલોડા-ઓઢવ રીંગરોડ પાસે આ ડી કોય કરવામાં આવ્યું છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો હકીકત એવી છે કે, અમદાવાદ શહેર તથા નેશનલ હાઇવે રીંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, હોમગાર્ડ તથા ટીઆરબીના માણસો વાહનો રોકી લોકોને હેરાન પરેશાન કરતા હોવાની અંગત બાતમીદારો દ્વારા એસીબીને માહીતી મળી હતી. જેમાં કાયદેસરના દંડ સિવાયની પોતાના અંગત સ્વાર્થ માટે લાંચના નાણાંની માંગણી કરતા હોવાની માહિતીના આધારે આજે એસીબી એ ડીકોયરનો સંપર્ક કરી સદર રજુઆતો સંબંધે ડીકોયરનો સાથ સહકાર મેળવી ડીકોયનું આયોજન કર્યું હતું.

આજે રણાસણ ટોલનાકા પાસે આરોપીએ ડીકોયરની ઇક્કો ગાડી ઉભી રખાવી હેતુલક્ષી વાતચીત કરી અલગ અલગ દંડ પેટે 7000 રૂપિયા ભરવો પડશે તેવો ડર બતાવી રકઝકના અંતે 1000 ની લાંચની માંગણી કરી હતી.

લાંચની રકમ સ્વીકારી પકડાઇ જતા ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મહત્વ નું છે કે અમદાવાદ શહેર માં રવિવારે 1 ટ્રાફિક ASI અને 3 TRB જવાન ચોકીમાં દારૂની મેહફીલ કરતા ઝડપાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]