સાબરકાંઠા જિલ્લાના-: ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ભવ્ય ઉજવણી..
સાબરકાંઠા જિલ્લાના-: ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ભવ્ય ઉજવણી..
રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ જેવી સંસ્થાઓ અને સરકારના જી.એલ.પી.સી વિભાગ ના સયુંકત ઉપક્રમે ભવ્ય આયોજન
સાબરકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રૂલર ડેવલોપેમેન્ટ ફંડ ના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે મહિલા વિકાસ ના સંદર્ભમાં સ્વં સહાય જૂથની મહિલાઓ સાથે જોડાઈ સરકારશ્રીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને વેગ આપવા માટે નોંધપાત્ર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખી , મહિલા સંમેલન થકી મહિલાઓમાં નેતૃત્વના વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ખેડબ્રહ્માના અંબાજી મંદિર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઈ રૂલર ડે ફંડ અને જી.એલ.પી.સી.વિભાગ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે મહિલા સંમેલનનો ભવ્ય કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો..
પ્રસ્તુત મહિલા સંમેલન કાર્યક્રમમાં ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ચારસો પચાસ જેટલી મહિલાઓ સહભાગી થઈ મહિલા સંમેલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વં સહાય જૂથની મહિલાઓનું તાલુકા અને જિલ્લા સાથે સંકલન થકી મહિલા નેતૃત્વની સાથે સાથે મહિલાઓને ડીઝીટલ સાક્ષરતા અને જેન્ડર સમાનતા થકી સામાજિક અને આર્થિક બદલાવ લાવવાનો હતો. જે ઉદેશ્યને સાર્થક કરવા મોટી સંખ્યામાં મહિલાઓ સહભાગી થઈને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો, પ્રસ્તુત કાર્યક્રમમાં ડી.એલ.એમ મિનન્તબેન મન્સૂરી, સ્વીટીબેન ,સુશીલાબેન પ્રજાપતિ એક્સન એડ ,મહિલા અધિકારો અંગે માર્ગદર્શન આપવા લો કોલેજ પ્રોફેસર જાનકીબેન રાવલ તથા એન.એલ.આર.ડી.એફ.અને રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ સહભાગી થઈ નોંધપાત્ર પ્રયત્ન હાથ ધર્યો હતો.
પ્રસ્તુત કાર્યક્રમમાં સહભાગી મહિલાઓમાં માંથી કેટલીક મહિલાઓ સક્રિય મહિલા નેતૃત્વ તરીકે ઓળખ ઉભી કરી આર્થિક અને સામાજિક બદલાવ તરફ આગળ વધી રહી છે, તે મહિલાઓને જાહેર મંચ પર પ્રોત્સાહિત કરવા સાથે તેમના કાર્યો ની વાત કરી તેમને બિરદાવવા આવ્યા હતા, ઉપરાંત ઉપરોક્ત મહિલાઓની પોતાની સફળગાથાને જાહેર મંચ પરથી પ્રેરણા રૂપી રજુ કરી બીજા બહેનોને પ્રેરણા આપવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો
પ્રસ્તુત કાર્યક્રમને સફળ કરવાં ડી.એલ.એમ.મિનન્તબેન દ્વારા મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે પગભર કરવા સરકારશ્રીની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો..
મહિલા સંમેલન કાર્યક્રમમાં સખી મંડળની મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સહભાગી મહિલાને ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો..
કાર્યક્રમને સફળ બનાવવા નરોત્તમ લાલભાઈ રૂ ડે ફંડ અને રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ સાથે અર્બુદા ગ્રામ સંગઠન આગિયાના બહેનોનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.