16 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પારિતોષિક- ૨૦૨૪ ની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતી ફિલ્મ #કચ્છ_એક્સપ્રેસ ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ નો એવોર્ડ જાહેર થયો છે.
આજે શુક્રવાર, 16 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પારિતોષિક- ૨૦૨૪ ની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતી ફિલ્મ #કચ્છ_એક્સપ્રેસ ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ નો એવોર્ડ જાહેર થયો છે. ( પર્યાવરણ કેટેગરી ) સાઉથની સ્ટાર નિત્યા મેનન અને ગુજરાતી #માનસી_પારેખ ને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. નિત્યા મેનનને ફિલ્મ તિરુચિત્રંબલમ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. તો ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત આ ફિલ્મ ના કોશ્ચ્યૂમ ડીઝાઇનર #નીકી_જોષી ને પણ એવોર્ડ મળી રહ્યો છે. એમ ગુજરાતી ફિલ્મ ને એક સાથે ત્રણ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ ની કદાચ આ પ્રથમ ઘટના છે....
મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel એ શુક્રવાર, ૧૬ ઓગસ્ટે જાહેર થયેલા ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૨માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.
વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ (નિકિ જોષી-કોસ્ચ્યુમ ડિઝાઈનર) અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડનો સમાવેશ થાય છે.
ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત છે. ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ-૨૦૨૨માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.....
અભિનંદન Viral Shah Parthiv Gohil Manasi Parekh
.
.
Umangi Majmudar Hemang Barot Raam Mori
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.