રાજકોટ જુના દાણાપીઠમાં વકફ બોર્ડનો ઓર્ડર બતાવી ગેર કાયદેસર રીતે 3 દુકાન ખાલી કરાવવાનો મામલો - At This Time

રાજકોટ જુના દાણાપીઠમાં વકફ બોર્ડનો ઓર્ડર બતાવી ગેર કાયદેસર રીતે 3 દુકાન ખાલી કરાવવાનો મામલો


રાજકોટ શહેરમાં ગઈકાલે તા. 31 ડિસેમ્બર મંગળવારે રાત્રે જુના દાણાપીઠ વિસ્તારની મસ્જિદમાં આવેલ ત્રણ દુકાનોમાં 25 લોકોના ટોળાએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવી તાળા તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી.આ મામલે દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિતના લોકો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.જે મામલે DCP ઝોન -2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, આ મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. નિયમ પ્રમાણે પહેલા દુકાન ખાલી કરાવવા માટે નોટિસ આપવાની હોય છે. જો તે દુકાન ખાલી નથી કરતો તો પોલીસ પ્રોટક્શન સાથે દુકાન ખાલી કરાવવાની હોય છે. જોકે દુકાન ખાલી કરનાર શકસો એ ગેરકાયદેસર રીતે ખાલી કરાવી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.