તુલસી એન્ટરપ્રાઇઝમાંથી 35 કિલો અખાદ્ય ચોકલેટનો નાશ, 27 સ્થળેથી સેમ્પલ લેવાયા
આજી ડેમ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા 21 ધંધાર્થીને ત્યાં ચેકિંગ મનપા ટીમનું હોળી પર્વના સંદર્ભે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોચી બજાર ચોક, પોસ્ટ ઓફિસ સામે, રાજકોટ મુકામે આવેલ “તુલસી એન્ટરપ્રાઇઝ’ પેઢીની તપાસ હાથ ધરી હતી જેમાં સ્થળ પર તપાસ કરતા સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતેલ ચોકલેટ, ચોકો બોલ્સ કપ તથા સાકરિયા વગેરે મળીને અંદાજિત 35 કિ.ગ્રા. અખાદ્ય કન્ફેશનરીનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે પેઢીને હાઈજિનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
