આજનો ઇતિહાસ 11 નવેમ્બર : રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોન હતા?
આજે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતિ છે
દર વર્ષે 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રખ્યાત શિક્ષણવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અને ભારત રત્ન પુરસ્કારથી સમ્માનિત મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિનની યાદમાં ઉજવવામાં આવે છે. ભારતમાં શિક્ષણના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888માં થયો હતો. કાયદેસર રીતે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણીની શરૂઆત 11 નવેમ્બર, 2008થી શરૂ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.