ધંધુકા એપીએમસીના પૂર્વ ચેરમેનને હથિયાર બતાવીને યુવકે મારી નાંખવાની ધમકી આપી
ધંધુકા એપીએમસીના પૂર્વ ચેરમેનને હથિયાર બતાવીને યુવકે મારી નાંખવાની ધમકી આપી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ખસ્તા ગામના પૂર્વ સરપંચને ઘુમામાં જ રહેતાં ખસ્તા ગામના શખસે અદાવતમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતાં બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ધંધુકા તાલુકાના ખસ્તા ગામના પૂર્વ સરપંચ સહદેવસિંહ બહાદુરસિંહ ગોહિલ અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં આરોહી કલબ વિભાગ બી માં રહેતાં તેમના મિત્ર પ્રવીણસિંહ કરશનભા પઢેરીયાના ઘરે ગયા હતા. બંને મિત્રો સાથે મળી કામ માટે નીકળતા હતા. તે વખતે આરોહી ક્લબ વિભાગ બી તથા સીના ગેટ આગળ આરોહી કલબમાં રહેતાં મૂળ ખસ્તા ગામના મેહુલસિંહ હિતેન્દ્રસિંહ ગોહિલ કાર લઈને આવ્યા હતા. મહેન્દ્રસિંહે 3 માસ પૂર્વે ખસ્તા ગામમાં સહદેવસિંહ પર હુમલો કર્યો હતો અને ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. તે અંગે મન દુઃખ રાખી સહદેવસિંહ અને પ્રવીણસિંહની કાર પાસે આવી માર મારવા આવ્યા હતા. પરંતુ બંને મિત્રોએ કારનો દરવાજો ખોલ્યો. નહોતો. આથી મેહુલસિંહ ઉશ્કેરાઈ ગાળો બોલવા લાગ્યા હતા. અને તને જીવતો નથી રહેવાં દેવાનો હું ઘરે જઈને હથિયાર લઈને આવું તેમ કહી મેહુલસિંહ હથિયાર લેવા જતાં બંને મિત્રોએ પોલીસ બોલાવી હતી. પોલીસ આવી પહોંચતાં પોલીસ સાથે બંને મિત્રો પોલીસ સ્ટેશન સાથે જઇ મેહુલસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અઢી માસ પૂર્વે ધંધુકા તાલુકાના ખસ્તા ગામમાં સહદેવસિંહના ધેર તેઓનો મિત્ર પ્રવિણસિંહ આવ્યા હતા. અને ઘર પાસે ટ્રેકટર પસાર થઈ જાય એ રીતે તેઓનું બાઇક પાર્ક કરેલું હોવા છતાં મહેન્દ્રસિંહના કાકાના દીકરા જયદેવસિંહે બાઇક કેમ રસ્તામાં નડતરરૂપ રાખેલું છે કહેતાં બોલાચાલી ઝઘડો થતાં જયદેવસિંહે તેના કાકાના દીકરા મહેન્દ્રસિંહ અને અન્ય 6 શખસ ધારીયા, ફરસી, લાકડીઓ લઇ આવી લડતાં સહદેવસિંહ અને પ્રવિણસિંહને માર મારતાં મહેન્દ્રસિંહ સહિત 6 શખસ સામે ફરિયાદ નોંધાવતાં અદાવતમાં ઘુમામાં સહદેવસિંહ પર હુમલો કર્યો હતો.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.