અંકલેશ્વરમાં પૂર થી પ્રભાવિત અંદાજીત ૧૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ = જલારામ મંદિર,નવા બોરભાઠા,નવા છાપરા,અંદાડા સહિતના આશ્રય સ્થાનો પર સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા =ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આશ્ચય સ્થાનો ની મુલાકાત લઇ બિસ્કિટ ના પેકેટ નું વિતરણ કર્યું
- અંકલેશ્વરમાં પૂર થી પ્રભાવિત અંદાજીત ૧૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ
= જલારામ મંદિર,નવા બોરભાઠા,નવા છાપરા,અંદાડા સહિતના આશ્રય સ્થાનો પર સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા
=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આશ્ચય સ્થાનો ની મુલાકાત લઇ બિસ્કિટ ના પેકેટ નું વિતરણ કર્યું
અંકલેશ્વર
ભરૂચ ગોલ્ડન બ્રિજની નર્મદા ની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ,હાલ ૩૬ ફૂટે વહી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાનાં ૧૩ ગામોને તંત્ર દ્વારા હાઇએલર્ટ કરવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત ગામના 1200 લોકો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા .ત્યારે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આશ્ચય સ્થાનો ની મુલાકાત લઇ બિસ્કિટ ના પેકેટ નું વિતરણ કર્યું હતું સાથે તમામ આશ્રય સ્થાનો ઉપર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તૈનાત કરેલ મેડિકલ ટિમ ની મુલાકાત લીધી હતી
સરદાર સરોવર માંથી ૧૮.૪૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજ દક્ષિણ છેડે જળસપાટી 36 ફૂટ ઉપર પહોંચતા અંકલેશ્વર તાલુકા ના કાંઠા વિસ્તાર ના 13 ગામો ને એલર્ટ કરવામાં આવતા તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામના લોકો ને જલારામ મંદિર,નવા બોરભાઠા,નવા છાપરા,અંદાડા સહિતના ગામો માં રિલીફ કેમ્પ શરુ કરી અંદાજિત 1200 થી વધુ અસરગ્રસ્ત લોકો ને રિલીફ કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા છે .આ રિલીફ કેમ્પો માં તંત્ર દ્વારા જમવા સહીત ની સુવિદ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ,સાથે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ રિલીફ કેમ્પ ખાતે દવાઓ સાથે મેડિકલ ટિમ તૈનાત કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રિલીફ કેમ્પ ની મુલાકાત લઇ સુવિદ્યાઓ નું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તો ને બિસ્કિટ ના પેકેટ નું વિતરણ કર્યું હતું સાથે ઉપસ્થિત તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા સાથે અસરગ્રસ્તો ના આરોગ્ય ચકાસણી અંગે ચર્ચા કરી હતી
બાઈટ -ઈશ્વરસિંહ પટેલ -ધારાસભ્ય અંકલેશ્વર
- ડો.સુશાંત કઠોરવાળાં -આરોગ્ય અધિકારી -અંકલેશ્વર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.